શોધખોળ કરો
આ જાણીતી ટી-20 લીગમાં રમતા ક્રિકેટરો પર સલૂનમાં જઇને વાળ કપાવવા પર લગાવાયો પ્રતિબંધ, જાણો વિગતે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બિગ બેશ લીગના ખેલાડીઓને બહાર જઈને વાળ કપાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
![આ જાણીતી ટી-20 લીગમાં રમતા ક્રિકેટરો પર સલૂનમાં જઇને વાળ કપાવવા પર લગાવાયો પ્રતિબંધ, જાણો વિગતે Big Bash League 2020: cricketers has to follow this new rules check details આ જાણીતી ટી-20 લીગમાં રમતા ક્રિકેટરો પર સલૂનમાં જઇને વાળ કપાવવા પર લગાવાયો પ્રતિબંધ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/24154533/bbl-2020.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
મેલબર્નઃ સિડનીમાં કોવિડ-19ના મામલા વધ્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ ખેલાડીઓ માટે પ્રોટોકલ નિયમ કડક બનાવ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બિગ બેશ લીગના ખેલાડીઓને બહાર જઈને વાળ કપાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
પ્રોટોકોલ મુજબ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર અને સીન અબોટને ભારત સામે બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ થવાથી રોકી દીધા હતા. સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ પ્રમાણે ભારતીય ટીમે સામે રમાઇ રહેલી ટેસ્ટ સીરિઝમાં કોઇ પ્રકારનો ખતરો નથી. તેથી બંને ખેલાડીઓને રોકવામાં આવ્યા છે.
રિપોર્ટ પ્રમાણે, ગવર્નિંગ બોડીએ બીબીએલ ખેલાડીઓ માટે પ્રતિબંધનો વધાર્યો છે. ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના મામલા વધતાં આ નિર્ણય લેવાયો છે. કોવિડ-19 મામલા વધતા સિડનીમાં ત્રીજી ટેસ્ટની યજમાની પણ રદ્દ થઈ શકે છે.
21 નવેમ્બરના સીએ ક્વીંસલેંડ પ્રોટોકોલના દસ્તાવેજ મુજબ, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાળ કપાવવા જેવી વ્યક્તિગત બાબતો માટે બહાર જવાની મંજૂરી નથી. જ્યારે 1 ડિસેમ્બરથી પ્રોટોકોલના એક જૂના નિયમમાં તેની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેમાં પણ સલૂનમાં માસ્ક ફરજીયાત હતું અને હવા નવા પ્રોટોકોલમાં તેના પર રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત બહાઇ જઇને જમવા માટે ખેલાડી તથા બીજા સ્ટાફે પહેલા ઓર્ડર કરવો પડશે. પોતાના ટીમ યૂનિફોર્મમાં જમી નહીં શકે.
નવા કોરોના વાયરસ સામે આ રસી છે અસરકારક, વૈજ્ઞાનિકોએ કહ્યું- પહેલાંથી જ આશંકા હતી
Fact Check: બ્રિટનથી ભારત આવેલા 15 મુસાફરોમાં મળ્યો નવો કોરોના સ્ટ્રેન ? સરકારે શું કહ્યું
રાશિફળ 24 ડિસેમ્બરઃ જાણો આજે કઈ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, શું કહે છે તમારું રાશિફળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)