શોધખોળ કરો
Advertisement
Fact Check: બ્રિટનથી ભારત આવેલા 15 મુસાફરોમાં મળ્યો નવો કોરોના સ્ટ્રેન ? સરકારે શું કહ્યું
એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં બ્રિટનથી આવેલા મુસાફરોમાં મ્યુટેંટ કોરોના વાયરસ મળ્યો છે. જેનું પીઆઈબીએ ખંડન કર્યુ છે.
નવી દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળવાથી સમગ્ર વિશ્વમાં ખોફ છે. બ્રિટનથી ભારત પરત ફરેલા 16 મુસાફરોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ સોશિયલ મીડિયા પર કોરોનાના નવા સ્ટ્રેનને લઇ ખોટી ખબર વાયરલ થઇ છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં બ્રિટનથી આવેલા મુસાફરોમાં મ્યુટેંટ કોરોના વાયરસ મળ્યો છે. જેનું પીઆઈબીએ ખંડન કર્યુ છે.
બિઝનેસ લાઇને કેન્દ્રીય કર્મચારીના હવાલાથી ખુલાસો કર્યો છે કે બ્રિટનથી આવેલા 15 મુસાફરોમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો છે. આ મુસાફરોના બ્લડ સેંપલ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી પૂણેને મોકલવામાં આવ્યા છે. પીઆઈબી ફેક્ટ ચેકે આ ખબરનો સ્ક્રીન શોટ ટ્વિટ કરીને કહ્યું, મુસાફરોની તપાસમાં મ્યુટેંટ સ્ટ્રેનની કોઇ વાત સામે આવી નથી આ અંગે આઈસીએમઆર, ડીબીટી, સીએસઆઈઆર અને એનસીડીસીથી તરફથી કોઇ સૂચના મળી નથી. આ ખોટા સમાચાર છે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
UKમાં કોરોનાના વધુ એક નવા સ્ટ્રેનથી હાહાકાર, આ દેશથી આવતી ઉડાનો પર લગાવ્યો પ્રતિબંધ
રાશિફળ 24 ડિસેમ્બરઃ જાણો આજે કઈ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, શું કહે છે તમારું રાશિફળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion