Big Update: ભારત-ન્યૂઝીલેન્ડની પ્રથમ ટી20 મેચ વરસાદમાં ધોવાઇ જશે ? જાણો શું કહે છે વેધર રિપોર્ટ
વરસાની આ સંભાવના ભારતીય ટીમ અને ફેન્સ માટે ખુબ ખરાબ દેખાઇ રહી છે, વરસાદના કારણે આ મેચ ધોવાઇ શકે છે,
IND vs NZ 1st T20 Weather Report: ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પુરેપુરી રીતે તૈયાર છે. આ પ્રવાસમાં પહેલી મેચ 18મી ઓક્ટોબર, શુક્રવારે રમાશે. ખાસ વાત છે કે, ભારતીય ટીમમાં આ સીરીઝમાં ટી20માં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, ભારતીય ટીમ અને કીવી ટીમ પોતાની પ્રથમ ટી20 વેલિંગટનમાં રમશે. જોકે, મેચ પહેલા એક મોટો ખતરો સામે આવ્યો છે અને તે છે વેધર રિપોર્ટ. જાણો તે દિવસે શું કહે છે હવામાન.....
કેવી રહેશે હવામાન, વરસાદ પડશે કે નહીં ?
હવામાન રિપોર્ટનું માનીએ તો, 18 નવેમ્બરે વેલિંગટનમાં છત્રી લઇને નીકળવી પડી શકે છે, મતલબ કે અહીં વરસાદની પુરેપુરી સંભાવના છે. શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ 22 ટાક વરસાદની અહીં સંભાવના છે, અને આ રાત્રે 10 વાગ્યા સુધી આ સંભાવના વધીને 76 ટકા થઇ જશે. 12 વાગ્યા બાદ વરસાદની વધુ સંભાવના છે. વળી, 10-15 કિલોમીટરની સ્પીડથી પવન પણ ફૂંકાશે, અને તાપમાન લગભગ 20 ડિગ્રી રહેશે.
વરસાદમાં ધોવાઇ શકે છે મેચ -
વરસાની આ સંભાવના ભારતીય ટીમ અને ફેન્સ માટે ખુબ ખરાબ દેખાઇ રહી છે, વરસાદના કારણે આ મેચ ધોવાઇ શકે છે, ભારે વરસાદની સામે મેચ રદ્દ થવા સિવાય કોઇ ઓપ્શન નહીં બચી શકે. જોકે હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ આ ટી20 સીરીઝને લઇને ખુબ ઉત્સાહિત છે.
હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે-
હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. જ્યારે શિખર ધવન વનડે શ્રેણીમાં કેપ્ટન રહેશે. રોહિત શર્મા સહિત અન્ય દિગ્ગજ ખેલાડીઓ આવતા મહિને બાંગ્લાદેશ પ્રવાસથી ટીમ ઈન્ડિયામાં પરત ફરશે. ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. જે 4 ડિસેમ્બરથી શરૂ થશે. ઈંગ્લેન્ડ સામેની હાર બાદ ભારતીય ખેલાડીઓએ વાપસી શરૂ કરી દીધી છે. કોહલી એડિલેડથી રવાના થઈ ચૂક્યો છે. સાથે જ રોહિત અને રાહુલ પણ ટૂંક સમયમાં ભારત જવા રવાના થશે.
ન્યુઝીલેન્ડ સામેની ભારતની T20I ટીમઃ -
ભારતીય ટીમ - હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ , અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ , મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.
ક્યારે રમાશે વન ડે અને ટી20 સિરીઝઃ -
ભારત અને ન્યૂઝિલેન્ડની આ બંને સિરીઝની શરુઆત 18 નવેમ્બરથી થશે જ્યાં આ પ્રથમ ટી20 સિરીઝ શરુ થશે. 18 નવેમ્બરે પ્રથમ ટી20, 20 નવેમ્બરે બીજી ટી20 અને 22 નવેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યાર બાદ 25 નવેમ્બરે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. જ્યારે 27 નવેમ્બરે બીજી વન ડે મેચ અને 30 નવેમ્બરના રોજ વનડે સિરીઝની અંતિમ મેચ રમાશે.