ભારત-ઇંગ્લેન્ડ ટેસમાં આજે વરસાદ પડશે ? એજબેસ્ટૉનની પીચ કોણે કરશે વધુ મદદ, જાણો......
આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને નિર્ણાયક અંતિમ ટેસ્ટ મેચ રમાવવા જઇ રહી છે. આ પહેલા પીચ અને હવામાનને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. આજની મેચ ઇંગ્લેન્ડના બર્મિઘમના એજબેસ્ટૉન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાવવાની છે.
નવી દિલ્હીઃ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને નિર્ણાયક અંતિમ ટેસ્ટ મેચ રમાવવા જઇ રહી છે. આ પહેલા પીચ અને હવામાનને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. આજની મેચ ઇંગ્લેન્ડના બર્મિઘમના એજબેસ્ટૉન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાવવાની છે. ખાસ વાત છે કે આ સીરીઝમા ભારતીય ટીમ 2-1થી આગળ છે. જાણો શું કહે છે આજની પીચ અને હવામાન.........
પીચ રિપોર્ટ -
આજની મેચમાં એજબેસ્ટૉનની પીચ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રિપોર્ટ્ અનુસાર, એજબેસ્ટૉનની પીચ પેસર્સને વધુ મદદ કરી શકે છે. સામાન્ય રીતે આ પીચ પર ઘાસ રહે છે, પરંતુ આ વખતે ઘાસ ઓછુ દેખાઇ રહ્યું છે, અને આને બેટિંગ માટે અનુકુળ માનવામાં આવે છે. જોકે ઓવરકાસ્ટ કન્ડિશનને ધ્યાનમાં રાખતા શરૂઆતમાં પેસર્સ મુશ્કેલી ઉભી કરી શકે છે.
વરસાદ પડશે કે નહીં ?
રિપોર્ટ પ્રમાણે એજબેસ્ટૉનનુ હવામાન સારુ રહેશે. પરંતુ શરૂઆતી ત્રણ દિવસમાં સામાન્ય વરસાદ થવાની આશંકા છે. આકાશમાં વાદળો છવાયેલા રહે તો ઇંગ્લિશ કન્ડિશનમાં ટૉસ જીતનારી ટીમનો કેપ્ટન પહેલા બૉલિંગ કરવાનુ પસંદ કરશે.
ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
એલેક્સ લીસ, જેક ક્રાઉલી, ઓલી પૉપ, જૉ રૂટ, જૉન બેયરર્સ્ટૉ, બેન સ્ટૉક્સ (કેપ્ટન), સેમ બિલિંગ્સ (વિકેટકીપર), મેથ્યૂ પૉટ્સ, સ્ટુઅર્ટ બ્રૉડ, જેક લીચ, જેમ્સ એન્ડરસન.
આજની ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન -
શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન/શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ (કેપ્ટન), મોહમ્મદ શમી.
બુમરાહની કેપ્ટનશીપમાં પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર, આ અનુભવી બેટ્સમેનને ઉતારાશે ઓપનિંગ કરવા, જાણો
ગયા વર્ષે રમાયેલી ચારે ટેસ્ટ મેચોમાં રોહિત શર્માની સાથે કેએલ રાહુલે ભારત તરફથી ઓપનિંગની જવાબદારી સંભાળી હતી, પરંતુ હાલમાં રાહુલ ઇજાના કારણે બહાર છે અને રોહિત શર્મા કોરોના પૉઝિટીવ આવ્યો હોવાથી બન્નેની ગેરહાજરી છે. જોકે, હવે આજની મેચમાં ઓપનિંગ જોડીને લઇને બુમરાહે મોટો પ્લાન બનાવ્યો છે.
રિપોર્ટ છે કે બુમરાહની કેપ્ટનશીપમાં ભારત તરફથી ઓપનિંગમાં યુવા બેટ્સમેનની સાથે અનુભવી બેટ્સમેનને ઉતારવાની વાતો સામે આવી છે. બુમરાહ આજની મેચમાં શુભમન ગીલ સાથે અનુભવી ચેતેશ્વર પુજારાને ઓપનિંગમાં ઉતારવામાં આવશે. બે દિવસ પહેલા ટીમ ઇન્ડિયાના કૉચ રાહુલ દ્રવિડે પ્રેસ કૉન્ફરન્સ કરતા કહ્યું હતુ કે નંબર ત્રણના બેટ્સમેનને ઓપનિંગમાં ઉતારવામાં કોઇ તકલીફ ના થઇ શકે. આના પરથી કહી શકાય છે કે આજે ગીલ અને પુજારાની જોડી ઓપનિંગમાં ઉતરી શકે છે.
આ પણ વાંચો.....
Gujarat Rain: અષાઢી બીજના દિવસે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, ભગવાન જગન્નાથ પર વરુણ દેવના અમી છાંટણા
IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ
Vastu Shastra Tips: આ વસ્તુઓનો ઉધાર માંગીને ના કરો ઉપયોગ, નહી તો થશે નુકસાન