શોધખોળ કરો
Advertisement
સચિન-ધોની અને મેરી કૉમ બાદ હવે આ દિગ્ગજ ખેલાડી પર બનશે બાયૉપિક, જાણો વિગતે
પાંચ વારના વિશ્વ ચેમ્પિયન રહી ચૂકેલા વિશ્વનાથન આનંદે 11 ડિસેમ્બરે પોતાનો 51મો જન્મ દિવસ મનાવ્યો છે
નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મોમાં હવે બાયૉપિકને લઇને એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ભારતીય શતરંજ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ પર એક બાયૉપિકની જાહેરાત કરવામાં આવી છે. જેનુ નિર્દેશન ફિલ્મ નિર્માતા આનંદ એલ રાય કરશે.
આના વિશે જાણકારી આપતા ટ્રેડ એનાલિસ્ટ ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે રવિવારે ટ્વીટ કર્યુ- વિશ્વનાથન આનંદની બનશે બાયૉપિક. અ બાયૉપિક ઓન ઇન્ડિયન ચેસ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન. અનટાઇટલ્ડ બાયૉપિકનુ નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવશે. આને સુદર એન્ટરટેન્ટમેન્ટ (મહાવીર જૈન) અને કલર યેલો પ્રૉડક્શન્સ (આનંદ એલ રાય) દ્વારા પ્રૉડ્યૂસ કરવામાં આવશે.
પાંચ વારના વિશ્વ ચેમ્પિયન રહી ચૂકેલા વિશ્વનાથન આનંદે 11 ડિસેમ્બરે પોતાનો 51મો જન્મ દિવસ મનાવ્યો છે.
(ફાઇલ તસવીર)
આનંદે શુક્રવારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યુ- તમામને વિશ કરવા માટે ધન્યવાદ. મારા પરિવાર સાથે એક શાંત દિવસ પસાર થયો. બેશક આમા એક ચૉકલેટ કેક પણ સામેલ હતી. ખાસ વાત છે કે હજુ સુધી જાણકારી મળી નથી કે કયો એક્ટર વિશ્વનાથન આનંદનો રૉલ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement