IND vs AUS: બોર્ડર-ગવાસ્કર ટ્રોફી અગાઉ રવિ શાસ્ત્રીએ કહ્યુ- ટીમ ઇન્ડિયાએ સીરિઝમાં 4-0થી જીત અંગે વિચારવું જોઇએ
રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે અમે ઘરઆંગણે રમી રહ્યા છીએ. ભારતે આ સીરિઝમાં 4-0થી જીતવા વિશે વિચારવું જોઈએ.
Ravi Shastri Advised Indian team: બોર્ડર-ગવાસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી રમાશે. આ સીરીઝ પહેલા પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને ખાસ સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારતે ઘરેલું પરિસ્થિતિઓનો લાભ ઉઠાવવો જોઈએ. અગાઉ 2021માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેના ઘરે 2-1થી હરાવ્યું હતું. આ વખતે ટીમ ઈન્ડિયા આ શ્રેણી ઘરઆંગણે રમી રહી છે. જેના પર રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ટીમે આ સીરિઝમાં 4-0થી જીતવા વિશે વિચારવું જોઈએ.
હું ઓસ્ટ્રેલિયાને 4-0થી કેવી રીતે હરાવી શકું
રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે અમે ઘરઆંગણે રમી રહ્યા છીએ. ભારતે આ સીરિઝમાં 4-0થી જીતવા વિશે વિચારવું જોઈએ. મેં ઓસ્ટ્રેલિયાના બે પ્રવાસ કર્યા છે. મને ખબર છે કે શું થયું. જો હું કોચ હોત તો મારા મનમાં આ વાત હોત કે હું ઓસ્ટ્રેલિયાને 4-0થી કેવી રીતે હરાવી શકું.
તેમણે આગળ કહ્યું હતું કે કેએલ રાહુલ અને શુભમન ગિલ ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર રહેશે કે તેઓ શું વિચારે છે. તમે ભૂતકાળમાં જે કરી રહ્યા છો તેની સાથે જવા માંગો છો પરંતુ ફોર્મ મહત્વપૂર્ણ બની જાય છે.
ગિલ અને રાહુલ વિશે વાત કરતાં ભૂતપૂર્વ કોચે કહ્યું હતું કે હું બંન્નેને નેટમાં ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છું. હું ફૂટવર્ક જોઉં છું, હું ટાઇમિંગ જોઉં છું, કોણ સારી બેટિંગ કરી રહ્યું છે. હું એમ નહીં કહું કે જો રાહુલ ઉપ-કેપ્ટન છે તો તે આપોઆપ પસંદગી બની જશે.
તેમણે કહ્યું હતું કે મારા કાર્યકાળ દરમિયાન પણ એક વખત આવું બન્યું છે. શ્રીલંકા સામે ઘરઆંગણે શ્રેણી હતી અને તેમાં બે ઓપનિંગ બેટ્સમેન હતા. મેં જવાબદારી લીધી અને પછી મેં નેટ્સમાં શિખર ધવનનું ફોર્મ જોયું. ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તે ફોર્મમાં હતો. તેથી જ અમે તેને પસંદ કર્યો અને તેણે તે મેચમાં 190 રન બનાવ્યા."
Virat Kohli: નાગપુર ટેસ્ટ પહેલા કોહલીનું આ ટ્વીટ થઇ રહ્યું છે જોરદાર વાયરલ, વિરાટના સપોર્ટમાં ફેન્સ આવ્યા...
Virat Kohli: ભારતના પૂર્વ કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલી હાલમાં નાગપુર ટેસ્ટને લઇને વ્યસ્ત છે, પરંતુ આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર તેનુ એક ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યું છે. જેના સપોર્ટમાં ફેન્સ ઉતરી ગયા છે અને વિરાટ તરફથી એક પછી એક ટ્વીટ કરી રહ્યાં છે. ખરેખરમાં, આ ટ્વીટ વિરાટે પોતાના મોબાઇલ ફોનના ખોવાઇ જવા પર કર્યુ હતુ, જે હાલમાં વાયરલ થઇ રહ્યું છે
શું છે મામલો ?
મંગળવારે સવારે વિરાટ કોહલીએ એક ટ્વીટ કર્યુ- પોતાના નવા ફોનને અનબૉક્સ કર્યા વિના ખોવાઇ જવાથી દુઃખથી મોટુ કંઇ નથી, શું કોઇને આને જોયુ છે? - કોહલીના આ ટ્વીટ પર ઝોમેટો તરફથી કૉમેન્ટ કરવામાં આવી - ભાભીના ફોનથી આઇસ્ક્રીમ ઓર્ડર કરવામાં સંકોચ ના કરો જો આનાથી મદદ મળી શકતી હોય