(Source: ECI/ABP News/ABP Majha)
IND vs WI: ભારત સામે સીરીઝ પહેલા મેન્ટર તરીકે વેસ્ટઈન્ડિઝની ટીમ સાથે જોડાયો બ્રાયન લારા, જુઓ તસવીરો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ સીરીઝની પ્રથમ ટેસ્ટ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. તે જ સમયે આ ટેસ્ટ શ્રેણી પછી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI અને T20 મેચોની સીરીઝ રમાશે.
Brian Lara At West Indies Camp: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ સીરીઝની પ્રથમ ટેસ્ટ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. તે જ સમયે આ ટેસ્ટ શ્રેણી પછી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI અને T20 મેચોની સીરીઝ રમાશે. જો કે ભારત સામેની ટેસ્ટ સીરીઝ પહેલા પૂર્વ ખેલાડી બ્રાયન લારા વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથે જોડાઈ ગયો છે. વાસ્તવમાં બ્રાયન લારા કેરેબિયન ટીમ સાથે પરફોર્મન્સ મેન્ટર તરીકે સંકળાયેલો છે.
Brian Lara has joined the West Indies' team camp ahead of series against India.
— CricketMAN2 (@ImTanujSingh) July 3, 2023
Brian Lara is performance mentor of West Indies. pic.twitter.com/MyCNtTI9tV
ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં બ્રાયન લારા વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથે જોવા મળી રહ્યો છે. પરંતુ શું બ્રાયન લારાના આવવાથી કેરેબિયન ટીમનું પ્રદર્શન સુધરશે ? ખરેખર એ તો ભવિષ્યમાં જાણી શકાશે. પરંતુ ગત દિવસોમાં ઝિમ્બાબ્વેમાં વર્લ્ડકપ ક્વોલિફાયર મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ટીમ સ્કોટલેન્ડ સામે હારીને ક્વોલિફાઈંગમાંથી બહાર થઈ ગઈ હતી. 2023માં વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપમાં જોવા નહી મળે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર.
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ. મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની
2 વખતનું વર્લ્ડ ચેમ્પિયન વિન્ડીઝ વર્લ્ડકપમાંથી Out
2 વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ભારતમાં યોજાનારા ODI વર્લ્ડકપમાં જગ્યા બનાવવાનું ચૂકી ગઈ છે. આ પ્રથમ વખત બનશે જ્યારે વર્લ્ડકપ વિન્ડીઝ વિના રમાશે. વેસ્ટ ઈન્ડિઝ એકદમ મામુલી ગણાતી સ્કોટલેન્ડની ટીમ સામે હારીને વર્લ્ડકપની રેસમાંથી જ બહાર ફેંકાઈ જતા ક્રિકેટ જગતમાં સનસનાટી મચી જવા પામી છે.