શોધખોળ કરો

Champions Trophy 2025: શું ટીમ ઇન્ડિયા આ દેશમાં રમશે તમામ મેચ? ચેમ્પિયન્સ ટ્રોફી પર ચોંકાવનારો રિપોર્ટ

Champions Trophy 2025:ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા અંગે BCCI કે ભારત સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી

India Champions Trophy 2025 in Pakistan: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ થોડા અઠવાડિયા પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા મોકલવામાં આવેલા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શિડ્યૂલને લીલી ઝંડી આપી દીધી હતી. પાકિસ્તાન આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે, પરંતુ ભારત સરકારે ટીમ ઈન્ડિયાને સરહદ પાર મોકલવા અંગે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ હવે એક મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય તો તેની મેચો શ્રીલંકામાં રમાઇ શકે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા અંગે BCCI કે ભારત સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ આ વર્ષે મે મહિનામાં બીબીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે ટીમ પાકિસ્તાન જવાનો નિર્ણય માત્ર ભારત સરકારના હાથમાં છે. દરમિયાન એવા સમાચાર છે કે જો ભારત પાકિસ્તાન ન જવાનો નિર્ણય કરશે તો તેની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો શ્રીલંકામાં યોજાશે.

ICC શિડ્યૂલ મુજબ ભારતની મેચો ક્યાં યોજાશે?

ICC શિડ્યૂલ અનુસાર, ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ Aમાં સામેલ કરવામાં આવ્યું છે, જેમાં યજમાન પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પણ સામેલ છે. તે શિડ્યૂલ અનુસાર ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાવાની છે.

પાકિસ્તાન જવાને લઈને અગાઉ પણ વિવાદ થયો હતો

આ પહેલા પાકિસ્તાને 2023 એશિયા કપની પણ યજમાની કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ સરહદ પાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં ICCએ હાઇબ્રિડ મોડલ રજૂ કર્યું હતું જેના હેઠળ ભારતીય ટીમની તમામ મેચો શ્રીલંકામાં યોજાઈ હતી. આ કારણોસર પાકિસ્તાનને એશિયા કપ 2023ની સેમિફાઇનલ અને ફાઇનલ મેચોની યજમાની ગુમાવવી પડી હતી.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન મુજબ આઈસીસીએ બીસીસીઆઈ સાથે ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ચર્ચા કરી હતી. પરંતુ બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો કરાચી અને દુબઈમાં વધુ રમાઈ શકે છે. તેમાં કેટલીક મેચો લાહોર અને રાવલપિંડીમાં પણ યોજાઈ શકે છે. પરંતુ ભારતીય ટીમની બધી મેચો દુબઈમાં રમાઈ શકે છે. આ પહેલાં ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પણ પાકિસ્તાન ગઈ નહોતી. ભારતીય ટીમે પોતાની બધી મેચો શ્રીલંકામાં રમી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Flash Flood Alert: આવતીકાલે 10 જિલ્લામાં અચાનાક પૂરનું જોખમ, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

SC-ST કોટા પર મળેલી નોકરી છોડવી પડશે? સુપ્રીમ કોર્ટે જે કહ્યું, તે તમારે જરૂર જાણવું જોઈએ

વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું – 30 તારીખ પછી ચક્રવાત.....

વસ્તી વૃદ્ધિ દર કરતાં પણ ઝડપથી વધી રહ્યા છે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ, આ રિપોર્ટ તમને ડરાવી દેશે

ABP Premium

વિડિઓઝ

Paresh Goswami Prediction | હજુ 24 થી 36 કલાક સાવધાન રહેવું પડશે! પરેશ ગોસ્વામીએ આપી ચેતવણીHun To Bolish | હું તો બોલીશ | વરસાદ ગયો હવે વાત ખાડાનીHun To Bolish | હું તો બોલીશ | કેમ શરૂ થઈ વાવાઝોડાની વાત?Ambalal Patel | આવતીકાલથી અહીં મેઘતાંડ: અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Flash Flood Alert: આવતીકાલે 10 જિલ્લામાં અચાનાક પૂરનું જોખમ, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Flash Flood Alert: આવતીકાલે 10 જિલ્લામાં અચાનાક પૂરનું જોખમ, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
SC-ST કોટા પર મળેલી નોકરી છોડવી પડશે? સુપ્રીમ કોર્ટે જે કહ્યું, તે તમારે જરૂર જાણવું જોઈએ
SC-ST કોટા પર મળેલી નોકરી છોડવી પડશે? સુપ્રીમ કોર્ટે જે કહ્યું, તે તમારે જરૂર જાણવું જોઈએ
વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું – 30 તારીખ પછી ચક્રવાત.....
વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું – 30 તારીખ પછી ચક્રવાત.....
વસ્તી વૃદ્ધિ દર કરતાં પણ ઝડપથી વધી રહ્યા છે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ, આ રિપોર્ટ તમને ડરાવી દેશે
વસ્તી વૃદ્ધિ દર કરતાં પણ ઝડપથી વધી રહ્યા છે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ, આ રિપોર્ટ તમને ડરાવી દેશે
Gujarat Rain: પૂરગ્રસ્ત દ્વારકા વિસ્તારનું CMએ કર્યું હવાઈ નિરિક્ષણ,લોકોના ખબર અંતર પૂછી તંત્રને ઝડપી કાર્યવાહી કરવા આપ્યો આદેશ

Jamnagar: જોડીયા ખાતે પાણીના પ્રવાહમાં ફસાયેલા 8 વ્યક્તિઓને બચાવવા દેવદૂત બનીને આવ્યા સેનાના જવાનો

Gujarat Rain: પૂરગ્રસ્ત કચ્છની મુલાકાતે પહોંચ્યા પ્રફુલ પાનશેરિયા, બિમાર બાળકીને આર્મીની એમ્બ્યુલન્સમાં અપાવી સારવાર

આ 5 કારણોથી રાતોરાત વધી જાય છે મહિલાઓનું વજન, જાણો નિષ્ણાતો મુજબ

Embed widget