Paresh Goswami Prediction | હજુ 24 થી 36 કલાક સાવધાન રહેવું પડશે! પરેશ ગોસ્વામીએ આપી ચેતવણી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, "છેલ્લા 36 કલાકથી કચ્છ પર સ્થિર રહેલું આ ડીપ ડીપ્રેશન આજે બપોરે 2 વાગ્યાથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. અમારી આગાહી મુજબ, આ સિસ્ટમ 30 ઓગસ્ટે અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે.". તેમણે ઉમેર્યું કે, "જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વધુમાં, આ ડીપ ડીપ્રેશન વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને જો આવું થશે તો 48 વર્ષનો રેકોર્ડ તોડશે."
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આગામી 24થી 36 કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે. જોકે, ગોસ્વામીએ જણાવ્યું કે વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે, પરંતુ પવનની ગતિ વધશે. ગોસ્વામીએ વધુમાં ચેતવણી આપી કે, "પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના રહેવાસીઓએ આગામી 24થી 36 કલાક સુધી સાવધાન રહેવું જોઈએ."



















