શોધખોળ કરો

Gujarat Rain: પૂરગ્રસ્ત દ્વારકા વિસ્તારનું CMએ કર્યું હવાઈ નિરિક્ષણ,લોકોના ખબર અંતર પૂછી તંત્રને ઝડપી કાર્યવાહી કરવા આપ્યો આદેશ

Gujarat Rain: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના ભારે વરસાદથી અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈને જિલ્લાતંત્ર દ્વારા હાથ ધરાયેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

Gujarat Rain: રાજ્યમાં પાછલા પાંચ દિવસથી વરસેલા વરસાદમાં સૌથી વધુ 944 મિલીમીટર વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસ્યો છે.  મુખ્યમંત્રી આ ભારે વરસાદ અને પરિણામે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, કોસ્ટ ગાર્ડની મદદથી હાથ ધરાઇ રહેલા રાહત કામોમાં માર્ગદર્શન પૂરું પાડવા ખંભાળિયા પહોંચ્યા હતા. આ દરિમિયાન તેમણે હેલિકોપ્ટર દ્વારા હવાઈ નિરિક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

તેમણે ખંભાળિયાના અસરગ્રસ્ત રામનગર અને કણઝાર ચેકપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈને લોકોના ખબર અંતર પૂછ્યા હતા તેમજ અસરગ્રસ્તોને અપાઈ રહેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં દ્વારકા કલેક્ટર કચેરી ખાતે આ સમીક્ષા બેઠક યોજીને જિલ્લામાં થયેલા નુકસાન, લોકોના સ્થળાંતર, રેસ્ક્યુ સહિતની તલસ્પર્શી વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીએ વરસાદને કારણે ભરાયેલા પાણી, કાંપ, માટી વગેરે દૂર કરીને સાફ-સફાઈ, જંતુનાશક દવા છંટકાવ માટે જરૂર જણાયે અન્ય જિલ્લાઓમાંથી સાધન-સામગ્રી સાથે ટીમ મોબિલાઈઝ કરવાની વ્યવસ્થાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ સ્વચ્છતા-સફાઈને પ્રાથમિકતા આપવા તાકિદ કરી હતી.

તેમણે આરોગ્ય વિષયક બાબતોને પણ અગ્રતા આપીને તબીબી ટીમ, આરોગ્ય કર્મીઓ, એમ્બ્યુલન્સ, મોબાઈલ ડિસ્પેન્સરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડીને જન આરોગ્ય સુખાકારીની ચિંતા કરવા સાથે રોગચાળો ન ફેલાય તેની કાળજી લેવા પણ માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણું સંપૂર્ણ ફોકસ હવે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અને લોકોને નુકસાનમાંથી બેઠા કરવામાં સહાયરૂપ થવાનું હોવું જોઈએ. 

આ માટે  વરસાદ અટકે એટલે બનતી ત્વરાએ નુકસાનીનો પ્રાથમિક સરવે હાથ ધરવા સહિતની બાબતો આયોજનબદ્ધ રીતે ઉપાડવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરએ જિલ્લાની વરસાદી સ્થિતિ અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા બચાવ-રાહત પગલાની વિગતો મુખ્યમંત્રીને આપી હતી. 

તદઅનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 130 લોકોનું રેસ્ક્યુ એનડીઆરએફ, કોસ્ટકાર્ડ તથા સ્થાનિક તંત્ર અને લોકોની મદદથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 1596 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરવાના આવેલા તથા અન્ય અસરગ્રસ્ત વિસ્તારોના મળીને 12 હજાર ઉપરાંત ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 

મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદને કારણે કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓને થયેલ નુકસાન તેમજ માનવ જાનહાનિ અને પશુધન હાનિની વિગતો પણ આ બેઠકમાં મેળવી હતી. આ જિલ્લામાં 8 મકાનો ઝૂંપડાઓને નુકસાન થયાની તેમજ 25 પશુમૃત્યુ, 1 માનવ મૃત્યુ અને બે વ્યક્તિઓને ઈજા થયાની જાણકારી પણ તેમણે મેળવી હતી.

મુખ્યમંત્રીએ વરસાદ અટકે કે તુરંત જ રાહતકામો શરૂ કરી દેવાની તથા નિયમાનુસારની સહાય, કેશડોલ્સ ઘરવખરી સહાય, મૃત્યુ સહાય વગેરે અસરગ્રસ્તોને ચૂકવવાની કામગીરીને અગ્રતા આપવા તાકીદ કરી હતી.  દેવભૂમિ દ્વારકામાં 272 વીજ થાંભલાઓને વરસાદથી નુકસાન થયું છે અને 109 ગામોમાં અસર પડી છે તે પણ ઝડપભેર પૂર્વવત કરવાની અને બંધ થયેલા 40 જેટલા માર્ગોના રિપેરીંગ હાથ ધરી બનતી ત્વરાએ વાહન વ્યવહાર યુક્ત બનાવવાની સૂચનાઓ તેમણે આપી હતી. મુખ્યમંત્રી સાથે આ બેઠકમાં પ્રભારી મંત્રી મુળુ બેરા, સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્યો, પદાધિકારીઓ, પ્રભારી સચિવ એમ. એ. પંડ્યા અને અધિકારીઓ જોડાયા હતા. 

આ પણ વાંચો...

ગુજરાતમાં વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીએ કરી દીધી મોટી આગાહી, કહ્યું – 48 વર્ષનો રેકોર્ડ તૂટશે જો.....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Embed widget