Ambalal Patel | આવતીકાલથી અહીં મેઘતાંડ: અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી
ગુજરાતમાં હજુ પણ મેઘતાંડવ યથાવત રહી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ માટે વધુ એક મોટી આગાહી કરીને ગુજરાતવાસીઓને ચેતવ્યા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજથી જ ગુજરાતમાં ઘણાબધા ભાગોમાં વરસાદી ઝાંપટા શરૂ થઇ જશે. ખાસ કરીને સૌરાષ્ટ્રની ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાય ભાગોમાં વરસાદી ઝાપટાં વધી શકે છે. અંબાલાલના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતિમાં દરિયા કિનારે 70 થી 80 કિલોમીટરથી પવન ફૂંકાવવાની પુરેપુરી શક્યતાઓ છે, આ ડીપ્રેશન 30મી ઓગસ્ટે અરબી સમુન્દ્રમાં આવતા તોફાન બનવાની શકયતા ઉભી થઇ છે. દરિયાખેડૂઓ સાવધાન રહેવું પડશે. સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને જ્યાં વરસાદી પાણી અત્યારે ઉતરી ગયું છે, ત્યાં પાકને નુકસાન પહોંચી શકે છે, રાજ્યમાં એવા ભગોમાં ઉભા કૃષિ પાકોમાં ફૂગ જન્યરોગ આવવાની પણ અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.




















