શોધખોળ કરો
Photos: ખૂબ સુંદર છે ઝહીર ખાનની પત્ની, પાર્ટીમાં થઇ મુલાકાત અને પછી ડિનરમાં કર્યું હતું પ્રપોઝ
Zaheer Khan Love Story: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાનને તાજેતરમાં લખનઉ સુપર જાયન્ટ્સે પોતાનો મેન્ટર જાહેર કર્યો છે. એલએસજીના માલિક સંજીવ ગોયેન્કાએ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટી કરી હતી.
ફોટોઃ abp live
1/6

Zaheer Khan Love Story: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાનને તાજેતરમાં લખનઉ સુપર જાયન્ટ્સે પોતાનો મેન્ટર જાહેર કર્યો છે. એલએસજીના માલિક સંજીવ ગોયેન્કાએ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટી કરી હતી.
2/6

ઝહીર ખાન મેન્ટર અને કોચિંગની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે, પરંતુ તેના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેણે વર્ષ 2017માં સાગરિકા ઘાટગે નામની અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા.
3/6

ઝહીર ખાન અને સાગરિકાની પહેલી મુલાકાત એક મિત્રની પાર્ટી દરમિયાન થઈ હતી. જો કે પહેલા તેમના સંબંધો બધાથી છૂપાયેલા હતા, પરંતુ 2016માં યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન સમારોહમાં ઝહીર અને સાગરિકા સાથે જોવા મળ્યા પછી તેમના સંબંધોની પુષ્ટી થઇ હતી.
4/6

રિપોર્ટ્સ અનુસાર, બંને ઘણી વખત ડેટ પર ગયા હતા અને એકવાર ડિનર દરમિયાન ઝહીર ખાને સાગરિકાને પ્રપોઝ કર્યું હતું. સાગરિકા એક હિંદુ પરિવારમાંથી આવે છે, પરંતુ ધર્મ અલગ હોવા છતાં તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
5/6

સાગરિકાની છેલ્લી 2 ફિલ્મો અનુક્રમે 2019 અને 2020માં રિલીઝ થઈ હતી. એટલા માટે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ભારતીય ક્રિકેટરે તેની પત્ની પર બોલિવૂડ છોડવા માટે દબાણ કર્યું હતું, પરંતુ સાગરિકાએ પોતે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ઝહીર તેને ઘણો સપોર્ટ કરે છે.
6/6

ઝહીર ખાન અને સાગરિકાએ વર્ષ 2017માં સગાઈ કરી હતી અને થોડા મહિના પછી લગ્ન કરી લીધા હતા. તેમના લગ્નને 7 વર્ષ વીતી ગયા છે.
Published at : 29 Aug 2024 07:34 AM (IST)
આગળ જુઓ





















