IND vs PAK: વ્યૂઅરશીપના તૂટ્યા અનેક રેકોર્ડ, જિયોહોટસ્ટાર પર 60 કરોડથી વધુ લોકોએ જોઇ ભારત પાકિસ્તાનની મેચ
Ind vs pak viewership 2025: વિરાટ કોહલીની સદીએ ભારત-પાકિસ્તાન મેચને વધુ રસપ્રદ બનાવી હતી

Ind vs pak viewership 2025: વિરાટ કોહલીની સદીએ ભારત-પાકિસ્તાન મેચને વધુ રસપ્રદ બનાવી હતી. લાંબા સમયથી ફોર્મમાં ન રહેલા કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. કોહલીએ વિજયી ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી હતી. દરમિયાન JioHotstar એ વ્યૂઅરશિપનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સમય દરમિયાન OTT પ્લેટફોર્મ દર્શકોની સંખ્યા 60.2 સુધી પહોંચી ગઇ હતી.
જિયો અને હોટસ્ટારના મર્જર પછી આ પ્લેટફોર્મ પર આ પહેલી ભારત-પાકિસ્તાન મેચ હતી. જ્યારે મેચ બપોરે 2.30 વાગ્યે શરૂ થઈ ત્યારે દર્શકોની સંખ્યા 6.8 કરોડ સુધી પહોંચી ગઈ હતી. આ પછી જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ દર્શકોની સંખ્યા પણ ઝડપથી વધતી ગઈ હતી. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાનની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં દર્શકોની સંખ્યા 32.1 કરોડ સુધી પહોંચી ગઈ હતી.
વિરાટ કોહલીએ વિજયી ચોગ્ગો ફટકાર્યો ત્યાં સુધીમાં 60 કરોડ યુઝર્સ જોડાયા હતા
ભારતની ઇનિંગ દરમિયાન દર્શકોની સંખ્યા થોડા સમય માટે સ્થિર રહી હતી પરંતુ વિરાટ કોહલીની ઇનિંગ શરૂ થતાં જ તેમાં ફરી વધારો થયો હતો. રિપોર્ટ અનુસાર, જ્યારે વિરાટ કોહલીએ ચોગ્ગા સાથે ટીમને જીત અપાવી અને પોતાની સદી પૂર્ણ કરી ત્યારે JioHotstar પર યુઝર્સની સંખ્યા 60 કરોડને વટાવી ગઈ હતી.
ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકી દીધું!
હવે યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાની અણી પર છે. તે પોતાની પહેલી મેચ ન્યૂઝીલેન્ડ સામે તેના ઘરઆંગણે હારી ગયું હતું. હવે તેની આશા બાંગ્લાદેશ દ્વારા મોટો અપસેટ સર્જીને ન્યૂઝીલેન્ડને હરાવવા પર ટકેલી છે.
ભારતની આગામી મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે છે. જો ભારત આ મેચ જીતી જાય છે, તો તે ગ્રુપ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે. આવી સ્થિતિમાં સેમિફાઇનલમાં તેનો સામનો ગ્રુપ- B ના પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહેલી ટીમ સાથે થશે. ગ્રુપ-બીમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.
Champions Trophy: પાકિસ્તાન પર જીત બાદ પણ ટીમ ઇન્ડિયા થઇ શકે છે બહાર, જાણો સમીકરણ