Champions Trophy 2025 Pakistan Squad: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાહેર કરી ટીમ, જાણો કોણ બન્યું કેપ્ટન
પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની સાથે મોહમ્મદ રિઝવાન પણ ટીમમાં સામેલ છે.

Champions Trophy 2025 Pakistan: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની સાથે મોહમ્મદ રિઝવાન પણ ટીમમાં સામેલ છે. રિઝવાનને મોટી જવાબદારી મળી છે. તે ટુર્નામેન્ટમાં ટીમની કેપ્ટનશીપ કરશે. અનુભવી ખેલાડી ફખર ઝમાન પણ ટીમનો ભાગ છે. સલમાન અલી આગા અને ઉસ્માન ખાનને પણ તક આપવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શુક્રવારે સાંજે ટીમની જાહેરાત કરી હતી. પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2017નો ખિતાબ જીત્યો હતો. હવે ટીમ ફરી એકવાર જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. જ્યારે ભારતીય ટીમ તેની તમામ મેચ દુબઈ, UAEમાં રમશે.
બાબરની સાથે ફખર પણ છે ટીમનો હિસ્સો -
પાકિસ્તાનની ટીમ એકદમ સંતુલિત દેખાઈ રહી છે. અનુભવી ખેલાડી બાબર આઝમ અને ફખર ઝમાન ટીમનો ભાગ છે. ફખર ઝમાને પાકિસ્તાન માટે 82 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે 3492 રન બનાવ્યા છે. તેણે બેવડી સદી પણ ફટકારી છે. કામરાન ગુલામ અને સઈદ શકીલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ફહીમ અશરફ પણ પાકિસ્તાન ટીમનો ભાગ છે.
ICC Champions Trophy 2️⃣0️⃣1️⃣7️⃣ winners announce squad for the 2️⃣0️⃣2️⃣5️⃣ event 🏆✨
— Pakistan Cricket (@TheRealPCB) January 31, 2025
How will you show your support for the Pakistan team❓#ChampionsTrophy | #WeHaveWeWill pic.twitter.com/zDYPFuqzBU
પાકિસ્તાનનું ઘાતક બોલિંગ આક્રમણ -
પાકિસ્તાનનું બોલિંગ આક્રમણ ઘણું ઘાતક છે. શાહીન આફ્રિદી અને નસીમ શાહ ટીમનો ભાગ છે. શાહીનની વાત કરીએ તો તેણે 59 ODI મેચમાં 119 વિકેટ લીધી છે. તેની સાથે હરિસ રઉફ અને મોહમ્મદ હસનૈનને પણ ટીમમાં સામેલ કરાયો છે. સ્પિનર અબરાર અહેમદ પણ ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાનની ટીમ: મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, કામરાન ગુલામ, સઉદ શકીલ, તૈયબ તાહિર, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, સલમાન અલી આગા, ઉસ્માન ખાન, અબરાર અહમદ, હારિસ રઉફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી.
ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનના મુકાબલા
19 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ, કરાચી
23 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ
27 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ બાંગ્લાદેશ, રાવલપિંડી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
