શોધખોળ કરો

Cricket: ઓસ્ટ્રેલિયાને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો! આ ધાકડ ખેલાડી થયો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર; IPL રમવા પર પણ સસ્પેન્સ

Mitchell Marsh: ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો છે. ઘાતક ઓલરાઉન્ડર મિશેલ માર્શ 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે.

Mitchell Marsh Ruled Out 2025 Champions Trophy:  2025 ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ટીમનો ઘાતક ઓલરાઉન્ડર મિશેલ માર્શ કમરની ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. આ ઉપરાંત, હવે તેના માટે IPL 2025 માં પણ રમવું ખૂબ મુશ્કેલ છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું, "મિશેલ માર્શને કમરના નીચેના ભાગમાં દુખાવો અને તકલીફને કારણે આગામી ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પસંદગી પેનલ અને ઓસ્ટ્રેલિયન મેન્સ મેડિકલ ટીમે માર્શને ટુર્નામેન્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "તાજેતરના અઠવાડિયામાં તેમની કમરના નીચેના ભાગમાં દુખાવો વધ્યો છે, જેના કારણે માર્શ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શકશે નહીં. તેમના પુનરાગમનમાં સમય લાગશે." તમને જણાવી દઈએ કે માર્શના રિપ્લેસમેન્ટની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જોકે, મિશેલ માર્શના બહાર થવાથી ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડશે કારણ કે, તે છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં છે અને ઘણા સમયે કે ટીમ માટે સંકટમોચન સાબિત થયો છે.

ODI વર્લ્ડ કપ 2023 માં સારું પ્રદર્શન કર્યું
મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયાની 2023 ODI વર્લ્ડ કપ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જ્યાં તેણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. આ ટુર્નામેન્ટમાં બેટિંગ કરતી વખતે માર્શે 441 રન બનાવ્યા હતા. માર્ચ 2023 થી તેનો સતત ટોપ ઓર્ડરમાં ઉપયોગ થઈ રહ્યો છે. જ્યાં તેણે વનડેમાં 44.54 ની સરેરાશથી 109.13 ના સ્ટ્રાઇક-રેટ સાથે રન બનાવ્યા છે.

મિશેલ માર્શની ક્રિકેટ કારકિર્દી
મિશેલ માર્શે અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા માટે 46 ટેસ્ટ, 93 વનડે અને 65 ટી20 મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં માર્શે બેટિંગ કરતી વખતે 2083 રન અને બોલિંગ કરતી વખતે 51 વિકેટ લીધી છે. આ ઉપરાંત, તેણે ODI ક્રિકેટમાં 2794 રન બનાવ્યા છે અને 57 વિકેટ લીધી છે. ટી20માં માર્શે બોલિંગ કરતી વખતે 17 વિકેટ લીધી છે અને બેટિંગ કરતી વખતે 1629 રન બનાવ્યા છે.

આ પણ વાંચો....

Ranji Trophy: વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત,રણજી ટ્રોફી મેચમાં 6 રને થયો ક્લીન બોલ્ડ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ

IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો

'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો

'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની

વિડિઓઝ

Vibrant Navaratri: સરકારી નવરાત્રિમાં રૂપિયા 100નો પાસ, વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગરબા રમવા માટે VIP ઝોન બનાવાશે
Botad Police: બોટાદમાં ચોરીના આરોપમાં સગીરને પોલીસ કર્મચારીઓએ ઢોર માર્યાંનો આરોપ
Ahmedabad Builder murdered : અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાથી હડકંપ
Donald Trump Tariff: ટ્રમ્પનું ટેરિફ તરકટ અમેરિકામાં 10 લાખ લોકોને બનાવશે બેરોજગાર
MLA Abhesinh Motibhai Tadvi: ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, કામ નહીં માત્ર ભ્રષ્ટાચાર થાય છે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?

Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ

Gujarat News: ભરૂચમાં સંઘવી ફેક્ટ્રીમાં ભીષણ આગ, મોટા નુકસાનનો અંદાજ, જાણો અપડેટ્સ

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં રોષ, પહેલગામ હુમલાની પીડિતાએ BCCIની કાઢી ઝાટકણી

Embed widget