શોધખોળ કરો

ચેન્નઇ સુપર કિંગ્સના આ ખેલાડીએ કર્યા લગ્ન, IPLમાં ડેબ્યૂની જોઇ રહ્યો છે રાહ

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના ખેલાડી સી. હરિ નિશાંતે લગ્ન કરી લીધા છે.

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના ખેલાડી સી. હરિ નિશાંતે લગ્ન કરી લીધા છે. નિશાંતે ગુરુવારે (9 જૂન) અનુ સાથે સાત ફેરા લીધા હતા. CSK એ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી વીડિયો શેર કરીને નિશાંતને અભિનંદન પાઠવ્યા હતા. નિશાંતે હજુ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં ડેબ્યૂ કર્યું નથી. પરંતુ સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડુ તરફથી રમે છે.

વીડિયો પોસ્ટ કરતાં CSKએ લખ્યું, 'હરિના લગ્ન થઇ ગયા છે. અમે તમને સુપર કપલ તરીકે સંબોધીએ છીએ. 25 વર્ષીય હરિ નિશાંતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2020-21માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નિશાંતે તે ટુર્નામેન્ટમાં 41ની એવરેજથી 246 રન બનાવ્યા હતા, જેમાં ફાઇનલમાં 35 રનની ઈનિંગ સામેલ હતી. નિશાંતે 2019-20 સીઝનમાં તમિલનાડુ માટે ફર્સ્ટ-ક્લાસ મેચ પણ રમી હતી પરંતુ તે સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો.

નિશાંતને 20 લાખમાં ખરીદવામાં આવ્યો હતો

હરિ નિશાંતને 2021ની મિની-ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સે બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો હતો, પરંતુ તે ટીમ મેનેજમેન્ટને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. IPL 2022ની મેગા ઓક્શનમાં CSK દ્વારા હરિ નિશાંતને ફરી એક વાર 20 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો હતો, પરંતુ આ સિઝનમાં પણ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી.

એમએસ ધોનીની આગેવાની હેઠળની CSK સી હરિ નિશાંતને રિટેન રિટેન કરી શકે છે કારણ કે અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા જેવા ખેલાડીઓ હવે તેમની ક્રિકેટ કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. IPL 2022માં CSKની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તે નવમા સ્થાને રહી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Live Update: લોકસભાની જેમ પેટાચૂંટણીમાં પણ મતદારો અમારી સાથેઃગેનીબેન ઠાકોર

Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ

બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'

Swiggy IPO Listing: સ્વિગી આઠ ટકાના ઉછાળા સાથે 420 રૂપિયા પર લિસ્ટ, જાણો કોણે આપી ખરીદવાની સલાહ?

ABP Premium

વિડિઓઝ

Jharkhand Elections 2024: પહેલા તબક્કાની 48 બેઠકો માટે મતદાન શરૂ, જુઓ અપડેટ્સSwarupji Thakor: BJP: ‘પરિવર્તન કે પુનરાવર્તન’ ભાજપ નેતા સ્વરૂપજીએ શું આપ્યો જવાબ?Vav Bypoll Election Voting:ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ, વહેલી સવારથી વોટિંગ કરવા ઉમટ્યા મતદારોSwarupji Thakor: BJP: ‘7 વર્ષથી ભાજપ ના આવવાના કારણે...’ વોટિંગ પહેલા આ શું બોલ્યા સ્વરૂપજી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Live Update: લોકસભાની જેમ પેટાચૂંટણીમાં પણ મતદારો અમારી સાથેઃગેનીબેન ઠાકોર
Election Live Update: લોકસભાની જેમ પેટાચૂંટણીમાં પણ મતદારો અમારી સાથેઃગેનીબેન ઠાકોર
Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ
Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ
બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'
બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, 'સરકારી શક્તિનો દુરુપયોગ ન થઇ શકે'
Swiggy IPO Listing: સ્વિગી આઠ ટકાના ઉછાળા સાથે 420 રૂપિયા પર લિસ્ટ, જાણો કોણે આપી ખરીદવાની સલાહ?
Swiggy IPO Listing: સ્વિગી આઠ ટકાના ઉછાળા સાથે 420 રૂપિયા પર લિસ્ટ, જાણો કોણે આપી ખરીદવાની સલાહ?
'પ્રેમિકાને કિસ કરવી કે ગળે લગાવવું ગુનો નથી ', હાઇકોર્ટે જાતીય સતામણી મામલે આપ્યો મોટો ચુકાદો

2 દર્દીના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલને કરાશે  બ્લેકલિસ્ટ? આજે આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક

NTPC Green Energy IPO:  NTPC ગ્રીન એનર્જીની પ્રાઇસ બેન્ડ નક્કી, 19 નવેમ્બરથી ઓપન થશે IPO

By Election Voting: દેશના 11 રાજ્યોની 31 બેઠકો પર આજે પેટાચૂંટણી, પ્રિયંકા ગાંધીની પ્રતિષ્ઠા દાવ પર

Embed widget