શોધખોળ કરો

ભારતના આ સ્ટાર બેટ્સમેને ફટકારી 66મી સેંચુરી... તોડ્યો બ્રાયન લારાનો રેકોર્ડ; શું ટીમ ઈન્ડિયામાં થશે વાપસી?

Cheteshwar Pujara: ચેતેશ્વર પુજારાએ 66મી ફર્સ્ટ ક્લાસ સદી ફટકારીને એકવાર ફરી ટીમ ઈન્ડિયામાં સ્થાન માટે દાવો કર્યો છે. આ સદી સાથે પુજારાએ બ્રાયન લારાનો રેકોર્ડ પણ તોડ્યો.

Cheteshwar Pujara 66th First Class Hundred: ચેતેશ્વર પુજારાએ એક વધુ સદી ફટકારી. આ વખતે તેમણે 66મી ફર્સ્ટ ક્લાસ સદી નોંધાવી. પુજારાએ આ સદી સાથે એકવાર ફરી ટીમ ઈન્ડિયામાં સ્થાન માટે પોતાની દાવેદારી નોંધાવી છે. તેમણે આ સદી સાથે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યો. પુજારાએ આ સદી રણજી ટ્રોફી 2024-25માં છત્તીસગઢ સામેની મેચમાં સૌરાષ્ટ્ર માટે ફટકારી.

બ્રાયન લારાનો તોડ્યો રેકોર્ડ

બ્રાયન લારાએ તેમની કારકિર્દીમાં 65 ફર્સ્ટ ક્લાસ સદીઓ ફટકારી હતી. પુજારાએ 66મી ફર્સ્ટ ક્લાસ સદી ફટકારીને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજનો રેકોર્ડ તોડ્યો. આ સદી સાથે પુજારાએ 21,000 ફર્સ્ટ ક્લાસ રન પણ પૂરા કર્યા.

ટીમ ઈન્ડિયાથી ચાલી રહ્યા છે બહાર

જણાવી દઈએ કે પુજારા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહ્યા છે. તેમણે ભારત માટે 100થી વધુ ટેસ્ટ રમ્યા છે. પુજારાએ તેમની છેલ્લી મેચ જૂન, 2023માં રમી હતી. ત્યારથી તેઓ સતત ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાના પ્રયાસમાં લાગેલા છે. આ પહેલા પણ પુજારા ઘણા અવસરો પર શાનદાર ઇનિંગ્સ રમી ચૂક્યા છે, પરંતુ તેમને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. હાલના સમયમાં ભારતની ટેસ્ટ ટીમમાં વધુમાં વધુ યુવાનોને તક આપવામાં આવી રહી છે.

અત્યાર સુધી આવી રહી પુજારાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

નોંધનીય છે કે પુજારાએ અત્યાર સુધી 103 ટેસ્ટ અને 5 વનડે રમી લીધી છે. ટેસ્ટની 176 ઇનિંગ્સમાં તેમણે 43.60ની સરેરાશથી 7195 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમના બેટથી 19 સદી અને 35 અર્ધસદી નીકળી છે, જેમાં તેમનો હાઇએસ્ટ સ્કોર 206* રનનો રહ્યો છે. આ ઉપરાંત વનડેની 5 ઇનિંગ્સમાં પુજારાએ 51 રન સ્કોર કર્યા. પુજારાએ 2010માં ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં રમાયેલી ટેસ્ટ થકી આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું.

એકવાર ચેતેશ્વર પુજારા ક્રિઝ પર આવી જાય તો તેને આઉટ કરવો મુશ્કેલ બની જાય છે. તેની ટેક્નિક ઘણી સારી છે. તેણે 2010માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે 103 ટેસ્ટ મેચમાં 7195 રન બનાવ્યા જેમાં 19 સદી અને 35 અડધી સદી સામેલ છે. પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ

ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હારના 3 વિલન, જાણો કોણે ડુબાડીટીમ ઇન્ડિયાની નાવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
Unseasonal rain: પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ, સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ
પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ
Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
ભાજપ વિરોધી હોવું ગુનો છે? હવે અમે મત તેને આપીશું જે..., અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું મહારાષ્ટ્રમાં કોની સાથે છે
ભાજપ વિરોધી હોવું ગુનો છે? હવે અમે મત તેને આપીશું જે..., અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું મહારાષ્ટ્રમાં કોની સાથે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Student Suicide Case | રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં 3 શિક્ષકો સામે અંતે ફરિયાદ દાખલSurat Rain : સુરતમાં સવારે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, જુઓ અહેવાલHarsh Sanghavi : સુરતમાંથી પકડાયેલા 2 કરોડના ડ્રગ્સ મુદ્દે સંઘવીની પ્રતિક્રિયા, 'ગુજરાત પોલીસનો ડ્રગ્સ સામે જંગ'Gandhinagar Rain : ગાંધીનગરમાં સવારે ધીમી ધારે વરસાદ, પેથાપુરમાં વીજળી ગૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
Unseasonal rain: પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ, સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ
પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ
Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
Aadhaar update: આધાર કાર્ડ અપડેટ કરવું થયું વધુ સરળ, સરકારે આ સ્થળોએ પણ શરૂ કરી સુવિધા
ભાજપ વિરોધી હોવું ગુનો છે? હવે અમે મત તેને આપીશું જે..., અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું મહારાષ્ટ્રમાં કોની સાથે છે
ભાજપ વિરોધી હોવું ગુનો છે? હવે અમે મત તેને આપીશું જે..., અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું મહારાષ્ટ્રમાં કોની સાથે છે
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
મોટરસાઇકલને ટ્રેન દ્વારા બીજા શહેરમાં મોકલતા હોય તો આ નિયમ જાણો, કોઈ દલાલ તમને છેતરી શકશે નહીં
મોટરસાઇકલને ટ્રેન દ્વારા બીજા શહેરમાં મોકલતા હોય તો આ નિયમ જાણો, કોઈ દલાલ તમને છેતરી શકશે નહીં
દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત થઈ? સંજય રાઉતે કર્યો ખુલાસો
દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત થઈ? સંજય રાઉતે કર્યો ખુલાસો
Embed widget