શોધખોળ કરો

ઈંગ્લેન્ડમાં ચેતેશ્વર પુજારાએ વધુ એક બેવડી સદી ફટકારી, 28 વર્ષ જુના આ રેકોર્ડની કરી બરાબરી

ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પોતાની ખોવાયેલી ગતિ ફરી પાછી મેળવી લીધી છે અને ફરીથી ફોર્મમાં આવી ગયો છે.

Pujara Becomes 2nd Indian To Make Two Double Hundreds In County Cricket: ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પોતાની ખોવાયેલી ગતિ ફરી પાછી મેળવી લીધી છે અને ફરીથી ફોર્મમાં આવી ગયો છે. ઇંગ્લેન્ડમાં પૂજારા સદીઓ ફટકારી રહ્યો છે અને રેકોર્ડ બનાવી રહ્યો છે. કાઉન્ટી ક્રિકેટમાં અત્યાર સુધીમાં તેણે 130થી વધુની એવરેજથી 500થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે 28 વર્ષ જૂના એક મોટા રેકોર્ડની પણ બરાબરી કરી.

ભારતીય ટેસ્ટ ટીમમાં પરત આવવા માટે ફરીથી ફોર્મમાં આવવાની પ્રેક્ટિસ રુપે હાલ ઇંગ્લેન્ડ ગયેલા ચેતેશ્વર પૂજારાએ સસેક્સ માટે સતત બીજી મેચમાં બેવડી સદી ફટકારી હતી. કાઉન્ટી ચેમ્પિયનશિપના બીજા વિભાગમાં ડરહામ સામેની આ ચાર દિવસીય મેચમાં શનિવારે પૂજારા 334 બોલમાં 203 રન બનાવીને આઉટ થયો હતો. 107 રન સાથે દિવસની શરૂઆત કરનાર પુજારાએ પોતાની ઇનિંગ્સમાં 24 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની બેવડી સદીની મદદથી સસેક્સે પ્રથમ દાવમાં 538 રન બનાવીને 315 રનની લીડ મેળવી હતી. ડરહામનો પ્રથમ દાવ 223 રનમાં સમેટાઈ ગયો હતો.

પૂજારાનું શાનદાર પ્રદર્શનઃ
ભારતીય ટીમમાં પુનરાગમન કરવા માંગતા પૂજારાની પાંચ ઇનિંગ્સમાં આ ત્રીજી સદી છે. આ દરમિયાન, તેણે સસેક્સ સાથેની તેની પ્રથમ મેચમાં 6 અને અણનમ 201 રન બનાવ્યા હતા, જેના કારણે ડર્બીશાયર સામે ફોલોઓન મેળવ્યા બાદ સસેક્સે આ મેચ ડ્રો કરી હતી. ત્યાર બાદ પુજારાએ વર્સેસ્ટરશાયર સામે 109 અને 12 રનની ઇનિંગ્સ રમી હતી. જોકે આ મેચમાં તેની ટીમને 34 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

અઝહરના રેકોર્ડની બરાબરી કરીઃ
આ સાથે પૂજારાએ 28 વર્ષના મોહમ્મદ અઝહરુદ્દીનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. પૂજારા હવે ઈંગ્લેન્ડની કાઉન્ટીમાં બે બેવડી સદી ફટકારનાર બીજો ભારતીય બની ગયો છે. આ પહેલાં અઝહરે 1991માં 212 અને 1994માં 205 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget