શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ચેતેશ્વર પુજારાએ કહ્યું- કોના પર વિશ્વાસ કરવો? 99 પર બેટિંગ દરમિયાન પાર્ટનર પર કે વાળ કાપી રહેલ પત્ની પર
તસવીરમાં ચેતેશ્વર પુજારાની પત્ની પૂજાનું સંપુર્ણ ધ્યાન તેના વાળ કાપવા પર છે તો પુજારા સેલ્ફી લેવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.
![ચેતેશ્વર પુજારાએ કહ્યું- કોના પર વિશ્વાસ કરવો? 99 પર બેટિંગ દરમિયાન પાર્ટનર પર કે વાળ કાપી રહેલ પત્ની પર cheteshwar pujara shares a photo of hair cutting by wife pooja ચેતેશ્વર પુજારાએ કહ્યું- કોના પર વિશ્વાસ કરવો? 99 પર બેટિંગ દરમિયાન પાર્ટનર પર કે વાળ કાપી રહેલ પત્ની પર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/19134256/cheteshwar-pujara-shares-a-photo-of-hair-cutting-by-wife-pooja.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ટેસ્ટ મેચમાં ભારતના વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ આ વખતે પોતોના ફેન્સ સાથે એક મજાકિયા પોસ્ટ શેર કરી છે. પુજારાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી જેમાં તેની પત્ની પૂજા તેના વાળ કાપતી જોવા મળી રહી છે.
તસવીર શેર કરતાં પુજારાએ લખ્યું, “જ્યારે તમે 99 પર બેટિંગ કરી રહ્યા હો ત્યારે એક ઝડપી સિંગલ લેવા માટે તમારી સાથે રહેલ બેટ્સમેન પર વિશ્વાસ કરવો કે પછી વાળ કાપી રહેલ પત્ની પર વિશ્વાસ કરવો, ક્યું કામ વધારે સાહસિક છે.”
તસવીરમાં ચેતેશ્વર પુજારાની પત્ની પૂજાનું સંપુર્ણ ધ્યાન તેના વાળ કાપવા પર છે તો પુજારા સેલ્ફી લેવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ત્યારે આ તસવીરને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પોસ્ટને અત્યાર સુધી 96,000થી વધારે લાઈક મળી ચૂક્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)