Virat Century: વિરાટ કોહલીની સદીથી આ પાકિસ્તાની ખેલાડી ખુશ, બોલ્યો- 'ધ ગ્રેડ ઇઝ બેક'
એશિયા કપ 2022 ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ ફરી એકવાર તાંડવ મચાવી દીધો, તેને લાંબા સમય બાદ સદી ફટકારીને બધાનેં ચોંકાવી દીધા
Pakistani Cricketers on Virat Century: એશિયા કપ 2022 ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ ફરી એકવાર તાંડવ મચાવી દીધો, તેને લાંબા સમય બાદ સદી ફટકારીને બધાનેં ચોંકાવી દીધા અને અફઘાનિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ આ મેચમાં શાનદાર બેટિંગ કરતા 61 બૉલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 122 રનની અણનમ ઇનિંગ રમી હતી.
વિરાટ કોહલીની આ શતકીય ઇનિંગથી ભારતીયો જ ખુશ થયા છે, પરંતુ પાકિસ્તાનીઓ પણ ખુશ થયા છે. વિરાટની સદી બાદ પાકિસતાની ક્રિકેટર હસન અલીએ એક ખાસ ટ્વીટ વિરાટ માટે લખ્યુ હતુ. આ ઉપરાંત મોહમ્મદ આમિરે પણ વિરાટને અભિનંદન પાઠવ્યા હતા.
અફઘાનિસ્તાન સામે 122 રનની ધમાકેદાર ઇનિંગ બાદ સોશ્યલ મીડિયા પર વિરાટ માટે અભિનંદનની વર્ષા થવા લાગી હતી. વિરાટે 1021 દિવસ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી હતી. પાકિસ્તાની ક્રિકેટર હસન અલી વિરાટની સદી પર ખુશ થઇ ગયો અને ટ્વીટ કરીને લખ્યું- ધ ગ્રેટ ઇઝ બેક.
The great is back @imVkohli
— Hassan Ali 🇵🇰 (@RealHa55an) September 8, 2022
વળી, હસન અલી ઉપરાંત પાકિસ્તાની ફાસ્ટ બૉલર મોહમ્મદ આમિરે પણ વિરાટ માટે લખ્યું- કિંગ કોહલીની સદીનો ઇન્તજાર ખતમ થયો. ખાસ વાત છે કે, કોહલીની આ સદી 84 ઇનિંગ બાદ આવી છે. ખાસ વાત છે કે ભારત ભલે એશિયા કપ 2022માંથી બહાર ફેંકાઇ ગયુ હોય, પરંતુ વિરાટ અત્યારે ટૂર્નામેન્ટનો ટૉપ સ્કૉરર બની ચૂક્યુ છે.
so finally wait is over great 💯 by king kohli
— Mohammad Amir (@iamamirofficial) September 8, 2022
વિરાટે 1021 દિવસ બાદ ફટકારી સદી -
ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીએ સદી ફટકારી છે, તેને અફઘાનિસ્તાન સામે 61 બૉલમાં અણનમ 122 રન બનાવ્યા. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1021 દિવસ બાદ તેના બેટમાંથી સદી નીકળી છે. આ પહેલા કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવેમ્બર 2019માં સદી લગાવી હતી.
માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડ્યો...
આ સાથે કિંગ કોહલીના નામે T20 ઈન્ટરનેશનલમાં 3584 રન બની ગયા છે. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડીને બીજા ક્રમે આવી ગયો છે. આ સાથે જ તે T20 ઈન્ટરનેશનલમાં 3500થી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે.