Copa America: કોપા અમેરિકાની ફાઇનલમાં પહોંચ્યું આર્જેન્ટિના, સેમિફાઇનલમાં કેનેડાને 2-0થી હરાવ્યું
કોપા અમેરિકાની પ્રથમ સેમિફાઇનલ મેચમાં આર્જેન્ટિનાએ કેનેડાને 2-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો
કોપા અમેરિકાની પ્રથમ સેમિફાઇનલ મેચમાં આર્જેન્ટિનાએ કેનેડાને 2-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જૂલિયન અલ્વારેઝે કેનેડા માટે 23મી મિનિટે ગોલ કરીને તેની ટીમને 1-0થી આગળ કરી હતી. લિયોનેલ મેસ્સીએ આર્જેન્ટિના માટે બીજા હાફની શરૂઆતમાં ગોલ કરીને ટીમને 2-0થી આગળ કરી દીધી હતી. કેનેડાનું ડિફેન્સ આર્જેન્ટિના સામે સાવ નબળુ સાબિત થયું હતું.
ARGENTINA AVANZA A LA FINAL 🔥 pic.twitter.com/RuSqm1avdN
— CONMEBOL Copa América™️ (@CopaAmerica) July 10, 2024
તે મેસ્સીનો ટુર્નામેન્ટનો પ્રથમ ગોલ પણ હતો. કેનેડાને ગોલ કરવાની કેટલીક તકો મળી હતી પરંતુ આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે કેનેડાના ખેલાડીઓને ગોલ કરવા દીધા હતા.આર્જેન્ટિના તરફથી જૂલિયન અલ્વારેઝે મેચની 23મી મિનિટે ગોલ કર્યો હતો જ્યારે મેસ્સીએ મેચની 51મી મિનિટે ગોલ કર્યો હતો.
Otro importante triunfo para Argentina 🥵 pic.twitter.com/qjn7zrE3e6
— CONMEBOL Copa América™️ (@CopaAmerica) July 10, 2024
મેસ્સીએ આર્જેન્ટિના માટે તેની છેલ્લી 25 મેચોમાં 28 ગોલ કર્યા છે. તેણે કોપા અમેરિકામાં અત્યાર સુધીમાં 14 ગોલ કર્યા છે, જે રેકોર્ડ કરતા ત્રણ ગોલ ઓછા છે.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેસ્સી કરતા વધુ ગોલ કર્યા છે, જેણે અત્યાર સુધીમાં 130 ગોલ કર્યા છે. ઈરાનના અલ દાઈએ 1993 થી 2006 સુધી તેના નામે 108 અથવા 109 ગોલ કર્યા છે. 2000 માં ઇક્વાડોર સામેના તેના ગોલ અંગે વિવાદ છે કારણ કે આ મેચના આંતરરાષ્ટ્રીય દરજ્જા અંગે મતભેદો છે.
આર્જેન્ટિનાએ તેના સ્વતંત્રતા દિવસ પર આ જીત હાંસલ કરી તેના અજેય અભિયાનને 10 મેચોમાં લઈ ગયા હતા. આર્જેન્ટિના રવિવારની ફાઇનલમાં ઉરુગ્વે અથવા કોલંબિયામાંથી એકનો સામનો કરશે ત્યારે રેકોર્ડ 16મું કોપા ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે.