શોધખોળ કરો
Advertisement
કોરોના સામે ફિટ રહેવા ક્રિકેટરની અનોખી રીત, દીકરી સાથે ઘરમાં જ કરી આવી કસરત, Video
નોંધનીય છે કે કોરોનાનો ખતરો વધતા ઇંગ્લેન્ડની શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝને રદ્દ કરી દેવાઇ છે, અને ઇંગ્લિશ ટીમ સ્વદેશ પરત ફરીને પોતાના ફેમિલી સાથે સમય વિતાવી રહી છે
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણથી બચવા માટે હવે લોકો ઘરમાં જ પોતાની ફિટનેસ જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યાં છે. હાલ મોટાભાગના દેશોમાં જાહેર સ્થળો તેમજ અમૂક જગ્યાઓ પર જવા પર પ્રતિબંધ લદાયો છે. ત્યારે ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર જેમ્સ એન્ડરસનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જેમ્સ એન્ડરસન પોતાની દીકરી સાથે ઘરમાંજ કસરત કરતો દેખાઇ રહ્યો છે.
ઇંગ્લેન્ડમાં હાલ કોરોના વાયરસના કારણે જીમ બંધ કરી દેવામાં આવ્યા છે, અને ક્રિકેટમાંથી બ્રેક મળ્યો હોવાથી ઇગ્લિંશ ક્રિકેટર જેમ્સ એન્ડરસન પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જેમ્સ એન્ડરસન અનોખી રીતે એક્સરસાઇઝ કરી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જેમ્સ એન્ડરસન પોતાની દીકરીને ઉઠાવીને વેટલિફ્ટિંગ કરતો દેખાઇ રહ્યો છે. તેની દીકરી પણ પોતાના પિતાને એક્સરસાઇઝ કરવામાં પુરતો સહકાર આપી રહી છે. આ વીડિયો જેમ્સ એન્ડરસને ખુદ શેર કર્યો છે, તેને કેપ્શનમાં લખ્યુ છે- 'ઘરે ટ્રેનિંગ લેવામાં આ છોકરી મારી મદદ કરવાથી ખુબ ખુશ છે'
નોંધનીય છે કે કોરોનાનો ખતરો વધતા ઇંગ્લેન્ડની શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝને રદ્દ કરી દેવાઇ છે, અને ઇંગ્લિશ ટીમ સ્વદેશ પરત ફરીને પોતાના ફેમિલી સાથે સમય વિતાવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion