શોધખોળ કરો
Advertisement
આઇસીસીએ ટેસ્ટ ચેમ્પિયનશીપના નિયમો બદલતા ભારતને શું થયુ નુકશાન, કઇ ટીમ થઇ ગઇ ઓટોમેટિક નંબર વન, હવે કઇ રીતે મળશે પૉઇન્ટ, જાણો વિગતે
આઇસીસીના નવા નિયમથી ભારતને નુકશાન થયુ છે, અત્યાર સુધી ભારતીય ટીમ ચાર સીરીઝમાં 360 પૉઇન્ટ સાથે ટેબલમાં ટીમ નંબર એક પર હતી. પરંતુ પૉઇન્ટની ટકાવારીના આધારે હવે ઓસ્ટ્રેલિયાની ટીમ આગળ નીકળી ગઇ છે
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ -આઇસીસીએ ગુરુવારે જણાવ્યુ કે કૉવિડ-19 મહામારીના કારણે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પૉઇન્ટ સિસ્ટમાં ફેરફાર કરવામાં આવશે. બૉર્ડે અનિલ કુંબલેની અધ્યક્ષતા વાળી આઇસીસી ક્રિકેટ સમિતિની શરતોને બદલવા માટે એક ભલામણને મંજૂરી આપી દીધી છે. હવે નવી રીતે ટીમોના પૉઇન્ટની ગણતરી થશે. બોર્ડે એ પણ જણાવ્યુ કે 2022માં રમાનારા મહિલા ટી20 વર્લ્ડકપને પણ પૉસ્ટપૉન કરી દીધો છે. હવે આ ટૂર્નામેન્ટ 2023માં પ્રસ્તાવિત છે.
આઇસીસીના નવા નિયમથી ભારતને નુકશાન થયુ છે, અત્યાર સુધી ભારતીય ટીમ ચાર સીરીઝમાં 360 પૉઇન્ટ સાથે ટેબલમાં ટીમ નંબર એક પર હતી. પરંતુ પૉઇન્ટની ટકાવારીના આધારે હવે ઓસ્ટ્રેલિયાની ટીમ આગળ નીકળી ગઇ છે. આઇસીસીના આ નિયમથી ઓસ્ટ્રેલિયાને ફાયદો થયો છે.
કૉવિડ-19 મહામારીના કારણે અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં માત્ર અડધી મેચો જ રમાઇ છે. અનુમાન છે કે પ્રતિયોગિતાના અંત સુધી લગભગ 85 ટકા મેચ થઇ જશે. બદલાયેલા નિયમ અનુસાર પ્રતિયોગીને ડ્રૉ ગનીને બન્ને ટીમોને બરાબર પૉઇન્ટ આપી દેવામાં આવશે.
ક્રિકેટ સમિતિએ તે સ્થિતિને ચાલુ રાખવા માટે કે રમાયેલી મેચોમાંથી અંતિમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ લીગ સ્ટેન્ડિંગનુ નિર્ધારણ કરવાનો વિચાર પણ કર્યો છે. ક્રિકેટ સમિતિએ લેટર ઓપ્શનની ભલામણ કરી, જેને મુખ્ય કાર્યકારી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યુ, અને બોર્ડને અનુમોદિત કર્યુ. આનો અર્થ એ છે કે આપવામાં આવેલા અંકોની ટકાવારીના ક્રમમાં ટીમોને ટેબલમાં જગ્યા આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
લાઇફસ્ટાઇલ
દુનિયા
Advertisement