કૉમનવેલ્થ ગેમ્સ પહેલા ભારતીય ટીમ મુશ્કેલીમાં, 2 સ્ટાર ખેલાડીઓ થઇ કોરોના પૉઝિટીવ
કૉમનવેલ્થ ગેમ્સના બે સ્ટાર ખેલાડીઓ મેઘના અને પૂજા કોરોના પૉઝિટીવ થયા બાદ બન્નેને શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની રમાનાર મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે,
CWG 2022: બર્મિંઘમમાં આયોજિત કૉમનવેલ્થ ગેમ્સ શરૂ થયા તે પહેલા જ ભારતને એક પછી એક મોટા ઝટકા લાગવાનુ શરૂ થઇ ગયુ છે. કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ રહેલી મહિલા ક્રિકેટ ટીમની બે સ્ટાર ખેલાડીઓ કોરોના પૉઝિટીવ નીકળી છે. આ પહેલા ભારતને નીરજ ચોપડાના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો, નીરજ ચોપડાએ ઇજાના કારણે પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ હતુ.
નીરજ ચોપડા બાદ હવે ભારતને મોટો ઝટકલો સ્ટાર બેટ્સમેન અને દિગ્ગજ ઓલરાઉન્ડરના નામે લાગ્યો છે. રિપોર્ટ પ્રમાણે ભારતી મહિલા ક્રિકેટ ટીમની એસ મેઘના અને પુજા વસ્ત્રાકર કૉવિડ-19 પૉઝિટીવ થઇ છે.
કૉમનવેલ્થ ગેમ્સના બે સ્ટાર ખેલાડીઓ મેઘના અને પૂજા કોરોના પૉઝિટીવ થયા બાદ બન્નેને શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની રમાનાર મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે, બન્ને ખેલાડીઓ ટીમની સાથે બર્મિઘમમા નથી પહોંચી. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ પહેલા ટીમના એક સભ્યને કોરોના થયો હોવાની પુષ્ટી કરી હતી.
આ પણ વાંચો...........
Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ
સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને
જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો