Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડના આરોપીઓને આજે પોલીસ કોર્ટમાં કરી શકે છે રજૂ, અલ્પેશ ઠાકોર લીધી રોજીદની મુલાકાત
Gujarat Hooch Tragedy Update: . અમદાવાદ- બોટાદ જિલ્લાના એક ડઝન ગામોમાં લઠ્ઠાકાંડથી મૃત્યુનો આંક 39 પહોંચ્યો છે અને 60થી વધુ લોકો અમદાવાદ, ભાવનગર અને બોટાદની સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે.
![Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડના આરોપીઓને આજે પોલીસ કોર્ટમાં કરી શકે છે રજૂ, અલ્પેશ ઠાકોર લીધી રોજીદની મુલાકાત Gujarat Hooch Tragedy Update: Death Toll Rises to 40 Many People Hospitalized after consuming Illicit liquor Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડના આરોપીઓને આજે પોલીસ કોર્ટમાં કરી શકે છે રજૂ, અલ્પેશ ઠાકોર લીધી રોજીદની મુલાકાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/5e7ae21978056d6870a90dd53bceeca71658893015_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Hooch Tragedy Update: ગુજરાતમાં ફરી મિથાઈલકાંડ સર્જાયો છે. અમદાવાદ- બોટાદ જિલ્લાના એક ડઝન ગામોમાં લઠ્ઠાકાંડથી મૃત્યુનો આંક 39 પહોંચ્યો છે અને 60થી વધુ અસરગ્રસ્ત લોકો અમદાવાદ, ભાવનગર અને બોટાદની સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. નશાખોરી ઉપર અંકુશના દાવા વચ્ચે સરકારને નિષ્ફળતાનું લાંછન લગાવે તેવી સૌથી મોટી માનવસર્જીત જીવલેણ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે એટલે કેમિકલ પીવાથી મૃત્યુ થયાનું ચિત્ર ઉપસાવવામાં આવી રહ્યું છે. સરકાર આ ઘટનાને લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલકાંડ કહી રહી છે. મિથાઈલ આલ્કોહોલ કેમિકલ ચોરીને ગેરકાયદેસર રીતે વેચાયું અને તેમાં પાણી ભેળવીને લોકોને પીવા આપી દેવાયું તેમ જાહેર થયું છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર રોજિદ ગામની મુલાકાત લીધી. કેમિકલ પીવાથી આ ગામમાં 10 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલી નોંધાઈ ફરિયાદ
પોલીસે અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરી છે. બરવાળા, ધંધુકા અને રાણપુરમાં ફરિયાદ નોંધાઈ છે. બરવાળામાં 14 સામે ફરિયાદ તેમાંથી 7ની ધરપકડ કરાઈ છે. રાણપુરમાં 11 સામે ફરિયાદ નોંધાઈ છે, તેમાંથી 6ની ધરપકડ થઈ છે. જ્યારે ધધુકામાં 8 સામે ફરિયાદ નોંધાઈ છે અને તમામની ધરપકડ કરાઈ છે. આરોપીને આજે પોલીસ કોર્ટમાં રજૂ કરી શકે છે.
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં લઠ્ઠા કાંડ ના અસરગ્રસ્ત વધુ એક દર્દીનું મોત થયું
ભાવનગરમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક વ્યક્તિનું મોડી રાત્રિના સમયે તબિયત લથડતા મોત થયું છે. લવજીભાઈ રામજીભાઈ ચાવડા ઉંમર 55 રહેવાસી વેજલકા તા.રાણપુર જી બોટાદનું મોત થયું છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 88 દર્દીઓને લાવવામાં આવ્યા છે, જેમાં કુલ 16 દર્દીઓના મોત થયા છે, જ્યારે હાલ 72 દર્દીઓ સારવાર હેઠળ છે.
કયા ગામમાં કેટલા લોકોના થયાં મોત
- રોજિંદ 10
- ચદરવા 3
- અણિયાળી 3
- આકરું 3
- ઉચડી 2
- ભીમનાથ 1
- કુદડા 2
- ખરડ 1
- વહિયા 2
- સુંદરણીયા 1
- પોલારપુર 2
- દેવગણા 5
- વેજલકા 1
- રાણપરી 3
આ પણ વાંચોઃ
Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું ? જાણો વિગત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)