શોધખોળ કરો
Advertisement
IPLની અનિશ્ચિતતા વચ્ચે ઓસ્ટ્રેલિયાએ જાહેર કર્યુ બિગ બેશનું શિડ્યૂલ, જાણો ક્યારથી શરૂ થશે લીગ
બિગ બેશ લીગની પ્રથમ મેચ 3 ડિસેમ્બરે એડિલેડ સ્ટ્રાઇકર્સ અને મેલબોર્ન રેનગેડ્સ વચ્ચે રમાશે.
સિડનીઃ કોરોના વાયરસના કારણે ક્રિકેટનો મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ આ વર્ષે યોજાશે કે નહીં તેની અટકળો થઈ રહી છે. પરંતુ આ દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની ઘરેલુ લીગ બિગ બેશનું શિડ્યૂલ જાહેર કરી દીધું છે.
બિગ બેશ લીગની પ્રથમ મેચ 3 ડિસેમ્બરે એડિલેડ સ્ટ્રાઇકર્સ અને મેલબોર્ન રેનગેડ્સ વચ્ચે રમાશે. 3 ડિસેમ્બરથી 6 ફેબ્રુઆરી સુધી આ ટુર્નામેન્ટ રમાશે. બિગ બેશ લીગની 10મી સીઝન ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝ દરમિયાન રમાશે. ભારત ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી રમશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા બિગ બેશ લીગની 10 સીઝનનું મોટાભાગનું શેડ્યૂલ સ્કૂલની રજા દરમિયાન તૈયાર કરવામાં આવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ચાલુ વર્ષે ટુર્નામેન્ટ હિટ રહેવાની આશા છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વાર વુમેંસ બિગ બેશ લીગનું શેડ્યૂલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે મુજબ આ લીગ 17 ઓક્ટોબરથી 29 નવેમ્બર દરમિયાન રમાશે. જોકે શેડ્યૂલમાં બદલાવ પણ થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement