(Source: ECI/ABP News/ABP Majha)
Cricket Facts: ટી20 વર્લ્ડકપનો એવો શ્રાપ જેને દરેક દેશે ભોગવ્યો છે, આ વખતે કઇ ટીમ બનશે શિકાર ?
T20 World Cup Recors: ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024ની શરૂઆત અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં થઇ ગઇ છે. અત્યારે સુધી ત્રણ મેચ રમાઈ છે
T20 World Cup Recors: ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024ની શરૂઆત અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં થઇ ગઇ છે. અત્યારે સુધી ત્રણ મેચ રમાઈ છે. અમેરિકાએ પ્રથમ મેચ 7 વિકેટે જીતી હતી. આ વખતે ટૂર્નામેન્ટ યૂએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાઈ રહી છે. T20 વર્લ્ડકપ સાથે જોડાયેલી એક રસપ્રદ હકીકત છે, જે મોટાભાગના લોકો નથી જાણતા. આ ટૂર્નામેન્ટની યજમાન ટીમ હજુ સુધી એક પણ વખત ટાઈટલ જીતી શકી નથી. મહત્વની વાત એ છે કે, આ શ્રાપ અત્યાર સુધી દરેક યજમાન ટીમને લાગ્યો છે. હવે આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝનો વારો આવી શકે છે.
T20 વર્લ્ડકપની પ્રથમ આવૃત્તિ 2007માં યોજાઈ હતી. તેની યજમાની દક્ષિણ આફ્રિકાએ કરી હતી. પરંતુ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ પછી 2009માં ઈંગ્લેન્ડે યજમાની કરી હતી. પાકિસ્તાન ચેમ્પિયન બન્યું. 2010માં વેસ્ટ ઈન્ડિઝની યજમાની કરી હતી. ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું. શ્રીલંકાએ 2012માં યજમાની કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની. આ પછી 2014માં બાંગ્લાદેશ યજમાન બન્યું અને શ્રીલંકા ચેમ્પિયન બન્યું.
ટીમ ઈન્ડિયાએ 2016માં T20 વર્લ્ડકપની યજમાની કરી હતી. પણ તેને કશું મળ્યું નહીં. આ વખતે વેસ્ટ ઈન્ડિઝે ટાઈટલ જીત્યું હતું. તેણે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. UAE અને ઓમાન 2021 માં યજમાન બન્યા. ઓસ્ટ્રેલિયન ટીમ ચેમ્પિયન રહી હતી. વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયાએ યજમાની કરી અને ઈંગ્લેન્ડની ચેમ્પિયન બની. હવે યુએસ અને વેસ્ટ ઈન્ડિઝ હોસ્ટિંગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડકપ 2024 શરૂ થઈ ગયો છે. તેની પ્રથમ સેમિફાઇનલ મેચ 26 જૂને ત્રિનિદાદમાં રમાશે. આ પછી બીજી સેમિફાઇનલ 27 જૂને ગયાનામાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. સુપર 8 મેચ પણ રમાશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે છે. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્પર્ધા થશે.