શોધખોળ કરો

ક્રિકેટ પણ હવે ફૂટબોલના માર્ગે જઈ રહ્યું છે, કપિલ દેવને સતાવી રહી છે આ ચિંતા

વ્યસ્ત ક્રિકેટ કેલેન્ડરના કારણે ખેલાડીઓ પર દબાણ પણ વધી રહ્યું છે.

T20 લીગ આવતા વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થવા જઈ રહી છે. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ જેવા દેશો બાદ દક્ષિણ આફ્રિકા અને UAEએ પણ T20 લીગના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું છે. જોકે, T20 લીગના વધતા પ્રભાવને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ભવિષ્યને લઈને એક નવી ચર્ચા જાગી છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર કપિલ દેવનું માનવું છે કે ક્રિકેટ હવે ફૂટબોલના માર્ગે ચાલી રહ્યું છે.

કપિલ દેવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને બચાવવા માટે ICCને આગળ આવવા વિનંતી કરી છે. પૂર્વ સુકાનીએ કહ્યું કે, ક્રિકેટ ફૂટબોલના માર્ગ પર શરૂ થઈ છે. T20 લીગના વધતા પ્રભાવ વચ્ચે ICCએ ODI અને ટેસ્ટને બચાવવા માટે પહેલ કરવી જોઈએ.

ફૂટબોલનું ઉદાહરણ આપતા કપિલ દેવે કહ્યું, “ફૂટબોલમાં ફીફા વર્લ્ડ કપ ચાર વર્ષ પછી થાય છે. ફૂટબોલ દેશો એકબીજા સામે આ રીતે રમતા નથી. ખેલાડીઓનું ધ્યાન તેમની ક્લબ પર રહે છે અને તેઓ માત્ર વર્લ્ડ કપ રમે છે.

કપિલ દેવે આ ચિંતા વ્યક્ત કરી હતી

કપિલ દેવે વધુમાં કહ્યું કે, "ક્રિકેટ પણ હવે એ જ રસ્તે ચાલી રહી છે. IPL અને T20 લીગ ખેલાડીઓ માટે પ્રાથમિકતા બની રહી છે. આઈસીસીએ આમાં આગળ આવવું જોઈએ. માત્ર ક્લબ ક્રિકેટ જ નહીં પરંતુ ટેસ્ટ મેચ પણ ચાલુ રાખવી જોઈએ. જો આમ નહીં થાય તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું સ્થાન વિશ્વ કપ સુધી જ મર્યાદિત રહેશે.

તમને જણાવી દઈએ કે કપિલ દેવ સિવાય અન્ય ઘણા પૂર્વ ક્રિકેટરોએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વ્યસ્ત ક્રિકેટ કેલેન્ડરના કારણે ખેલાડીઓ પર દબાણ પણ વધી રહ્યું છે.

1983 ODI વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ સિડનીમાં ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે ભારત-ઓસ્ટ્રેલિયા સ્ટ્રેટેજિક એલાયન્સ ડિનરમાં ગેસ્ટ ઓફ ઓનર હતા. તેઓને ડર છે કે આવતા વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાતની પોતાની ટી-20 લીગ હોવાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કદાચ વિશ્વ કપ સુધી મર્યાદિત ન રહે.

જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2023માં યોજાનારી દક્ષિણ આફ્રિકાની T20 લીગ આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાનારી UAEની ઇન્ટરનેશનલ લીગ T20 (ILT20) સાથે સીધી સ્પર્ધા કરશે. બંને લીગ ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (બીબીએલ) અને બાંગ્લાદેશની બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)ની જેમ જ કામ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ

IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે

IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત

IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ

Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી

Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?

Embed widget