![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs PAK: કાલે નથી જોઇ શક્યા ભારત-પાકિસ્તાનનો હાઇ વૉલ્ટેજ મુકાબલો ? VIDEO માં જુઓ ભારતે કઇ રીતે પલટી બાજી
IND vs PAK: T20 વર્લ્ડકપ 2024માં ભારતે હાઈ-વૉલ્ટેજ મેચમાં પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાનો સુપર-5માં પહોંચવાનો દાવો વધુ મજબૂત બન્યો છે
![IND vs PAK: કાલે નથી જોઇ શક્યા ભારત-પાકિસ્તાનનો હાઇ વૉલ્ટેજ મુકાબલો ? VIDEO માં જુઓ ભારતે કઇ રીતે પલટી બાજી cricket match of IND vs PAK News see highlights video bcci shared india vs pakistan t20 world cup match result top players performance IND vs PAK: કાલે નથી જોઇ શક્યા ભારત-પાકિસ્તાનનો હાઇ વૉલ્ટેજ મુકાબલો ? VIDEO માં જુઓ ભારતે કઇ રીતે પલટી બાજી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/10/e13450ea2399d8719ba9450a3e4a66871717990316277215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs PAK: T20 વર્લ્ડકપ 2024માં ભારતે હાઈ-વૉલ્ટેજ મેચમાં પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાનો સુપર-5માં પહોંચવાનો દાવો વધુ મજબૂત બન્યો છે. આ સાથે જ પાકિસ્તાની ટીમ બહાર થવાનો ખતરો છે. આ મેચમાં આવા ઘણા રોમાંચક વળાંક આવ્યા હતા જ્યારે ચાહકો અનુમાન લગાવી શકતા ના હતા કે મેચ કઈ તરફ વળાંક લેશે. ભારતની ખરાબ બેટિંગ પછી ઘણા ભારતીય ફેન્સે ટીવી બંધ કરી દીધું હશે, જ્યારે કેટલાક કોઈ કારણોસર મેચ જોઈ શક્યા ન હતા. હવે ICCએ આ રોમાંચક મેચની રોમાંચક ક્ષણોને એક વીડિયો દ્વારા શેર કરી છે. ICC એ મેચની હાઈલાઈટ્સ શેર કરી છે. જો કોઈ કારણોસર તમે આ મેચ ના જોઈ શક્યા, તો તમે આ આર્ટિકલમાં મેચની અદભૂત ક્ષણોનો આનંદ લઈ શકો છો.
ટીમ ઇન્ડિયાએ અસંભવને કર્યુ સંભવ
ભારતે રોમાંચક મેચમાં પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 19 ઓવરમાં 119 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં પાકિસ્તાનની ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાતી હતી. એક સમયે 14મી ઓવરમાં પાકિસ્તાનનો સ્કૉર 3 વિકેટે 80 રન હતો. આ પછી મેચમાં પલટો આવ્યો. રિઝવાન-શાદાબ બહાર જતાં મેચ ફસાઇ હતી. જસપ્રીત બુમરાહ 19મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો અને તેણે માત્ર 3 રન આપીને ઈફ્તિખારની વિકેટ લીધી હતી. પાકિસ્તાનને 20મી ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. જોકે, અર્શદીપે માત્ર 11 રન આપીને ઈમાદ વસીમની વિકેટ લીધી હતી.
આ રીતે ટીમ ઈન્ડિયાએ અશક્યને શક્યમાં બદલી નાખ્યું. ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત જણાતી હતી, પરંતુ બુમરાહ-અર્શદીપ, સિરાજ અને હાર્દિકની ફાસ્ટ બોલિંગ ચોકડીએ ભારતને મેચ જીતાડ્યું હતું. પાકિસ્તાનની ટીમ 20 ઓવર બાદ 7 વિકેટે 113 રન બનાવી શકી હતી. T-20 વર્લ્ડકપની આઠ મેચોમાં પાકિસ્તાન પર ભારતની આ સાતમી જીત છે અને ODI-T20 વર્લ્ડકપ સહિત 16 મેચોમાં પાકિસ્તાન પર ભારતની 15મી જીત છે. T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે.
View this post on Instagram
ભારતીય ઇનિંગ
રોહિત શર્મા 13 રન, વિરાટ કોહલી 4 રન, અક્ષર પટેલ 20 રન, સૂર્યકુમાર યાદવે 7 રન, શિવમ દુબે 3 રન બનાવીને આઉટ થયો હતો, હાર્દિક પંડ્યા 7 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ સાથે જ અર્શદીપસિંહ 9 રન બનાવીને રનઆઉટ થયો હતો. સિરાજ 7 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી ઋષભ પંતે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. તેણે 31 બોલની ઈનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને હરિસ રઉફે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ આમિરે 2 વિકેટ ઝડપી હતી. શાહીન આફ્રિદીને એક વિકેટ મળી હતી.
પાકિસ્તાનની ઇનિંગ
પાકિસ્તાન તરફથી રિઝવાને સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. વળી, બાબર આઝમ 13 રન, ઉસ્માન ખાન 13 રન, ફખર ઝમાન 13 રન અને ઇમાદ વસીમ 15 રન બનાવીને આઉટ થયા હતા. શાદાબ ખાન 4 રન, ઈફ્તિખાર અહેમદ 5 રન બનાવી શક્યો હતો. નસીમ શાહ 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી બુમરાહે 3 વિકેટ લીધી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે હાર્દિકે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ અને અક્ષરને એક-એક વિકેટ મળી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)