Kieron Pollard: 37 ની ઉંમરે પોલાર્ડની ધમાલ, એક ઓવરમાં ઠોક્યા ચાર છગ્ગા, તોફાની ફિફ્ટી સાથે ટીમને અપાવી જીત
Kieron Pollard: વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે ફરી એકવાર ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવી છે. ગયા મંગળવારે કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં પોલાર્ડે દમદાર પ્રદર્શન કર્યું છે
Kieron Pollard: વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે ફરી એકવાર ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવી છે. ગયા મંગળવારે કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં પોલાર્ડે દમદાર પ્રદર્શન કર્યું છે, અને ટીમને મેચ પણ જીતાડી દીધી છે. પોલાર્ડે અહીં એક ઓવરમાં ચાર છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની અણનમ અડધી સદીને કારણે ટ્રિનબેગો નાઈટ રાઈડર્સે સેન્ટ લૂસિયા કિંગ્સ સામે ચાર વિકેટથી જીત નોંધાવી હતી.
પોલાર્ડે સંભાળ્યો મોરચો
સેન્ટ લૂસિયામાં રમાયેલી મેચમાં 188 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટ્રિનબેગોને છેલ્લા 12 બોલમાં 27 રનની જરૂર હતી. ત્યારબાદ પોલાર્ડે ચાર્જ સંભાળ્યો અને એક ઓવરમાં ચાર છગ્ગા ફટકારીને ટીમને જીતની નજીક લઈ ગયો. તેણે 19 બોલમાં તોફાની અડધી સદી ફટકારી હતી.
19 બૉલમાં ફટકારી ફિફ્ટી -
પોલાર્ડે 19મી ઓવરમાં કુલ ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેણે માત્ર 19 બોલમાં અણનમ 52 રન બનાવ્યા અને ટીમને જીતની નજીક લઈ ગઈ. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં ત્રણ રનની જરૂર હતી. અકીલ હૂસૈન (અણનમ 5) એ પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. ટ્રિનબેગો માટે આ ટૂર્નામેન્ટની બીજી જીત હતી, જેની પાસે હવે ત્રણ મેચમાંથી ચાર પૉઈન્ટ છે અને છ ટીમના લીડરબોર્ડ પર ત્રીજા સ્થાને છે.
કિરોન પૉલાર્ડની કેરિયર
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડરની કારકિર્દી પર નજર કરીએ તો તેણે 123 ODI મેચોમાં 2706 રન અને 55 વિકેટ ઝડપી હતી. તેણે 101 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1569 રન અને 42 વિકેટ લીધી હતી. પૂર્વ કેપ્ટને 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. હાલમાં તે મુંબઈ ઈન્ડિયન્સનો બેટિંગ કોચ છે. તેની 13 વર્ષની IPL કારકિર્દીમાં તેણે 189 મેચોમાં 28.67ની એવરેજ અને 147.32ની સ્ટ્રાઈક રેટથી 3412 રન બનાવ્યા હતા. જેમાં 16 અડધી સદી સામેલ છે.
આ પણ વાંચો
Photos: બાંગ્લાદેશ સામેની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, રેન્કિંગમાં ચમક્યા રોહિત-કોહલી