![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
T20 World Cup 2024ની સેમિફાઇનલની લાઇનઅપ રેડી, ક્યારે ને કોની-કોની વચ્ચે થશે ટક્કર
T20 World Cup 2024 Semi Finals: ટી20 વર્લ્ડકપ 2024 સિઝન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. તે 4 ટીમો પણ નક્કી થઈ ગઈ છે, જે આ વર્ષની સેમિફાઈનલ રમતી જોવા મળશે
![T20 World Cup 2024ની સેમિફાઇનલની લાઇનઅપ રેડી, ક્યારે ને કોની-કોની વચ્ચે થશે ટક્કર Cricket Semi Final Match T20 WC 2024 icc t20 world cup 2024 semi final lineup india vs england and south africa vs afghanistan T20 World Cup 2024ની સેમિફાઇનલની લાઇનઅપ રેડી, ક્યારે ને કોની-કોની વચ્ચે થશે ટક્કર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/b5836077d975aa8890503f9a2e728d69171930724749577_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
T20 World Cup 2024 Semi Finals: ટી20 વર્લ્ડકપ 2024 સિઝન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. તે 4 ટીમો પણ નક્કી થઈ ગઈ છે, જે આ વર્ષની સેમિફાઈનલ રમતી જોવા મળશે. બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાનની જીત બાદ હવે તમામ સમીકરણો સ્પષ્ટ થઈ ગયા છે. એટલું જ નહીં અફઘાનિસ્તાન જ્યારે શાનદાર અને વિસ્ફોટક રીતે સેમિફાઈનલમાં પ્રવેશ્યું છે, ત્યારે ઓસ્ટ્રેલિયાની રમત પણ સમાપ્ત થઈ ગઈ છે. આ સાથે હવે બધા સેમિફાઇનલની રાહ જોઈ રહ્યા છે, જેમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ પણ રમતી જોવા મળશે.
હવે ચાર ટીમો વચ્ચે ચેમ્પિયન બનવા ટક્કર
હવે આ વર્ષના ટી20 વર્લ્ડકપમાં માત્ર ચાર ટીમો બચી છે, જે ટાઈટલ જીતવાની દાવેદાર છે, બાકીની રમત પૂરી થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ પહેલાથી જ તેમની જગ્યા પાક્કી કરી ચૂક્યા છે. આ પછી જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું તો ટીમ ઈન્ડિયાનું સ્થાન પણ નક્કી થઈ ગયું. આ પછી આજે જ્યારે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ ત્યારે તે વધુ રસપ્રદ બની હતી. આ મેચ દ્વારા ત્રણ ટીમોના ભાવિનો નિર્ણય થવાનો હતો. આ મેચના અંત પહેલા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાની ટીમો પણ સેમિફાઇનલ માટે દાવેદાર હતી, જોકે, બધાને ચોંકાવીને અફઘાનિસ્તાન ફક્ત બાંગ્લાદેશને હરાવવામાં જ સફળ ના રહ્યું પરંતુ પ્રથમ વખત સેમિફાઇનલમાં પણ પ્રવેશ કરી લીધો.
ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ સાઉથ આફ્રિકા વચ્ચે સેમિફાઇનલ
હવે જો સેમિફાઈનલની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની ટીમો આમને-સામને ટકરાશે જ્યારે ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. ભારતીય સમય અનુસાર, આ બંને સેમિફાઇનલ એક જ દિવસે એટલે કે 27 જૂને રમાશે. પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યાથી રમતા જોવા મળશે જ્યારે ભારત અને ઈંગ્લેન્ડની ટીમો તે જ દિવસે સાંજે 8 વાગ્યાથી આમને સામને ટકરાશે. જે ટીમ આ મેચો જીતશે તે ફાઈનલમાં જશે અને ત્યારબાદ ટી20 વર્લ્ડકપની રોમાંચક ફાઈનલ મેચ રમાશે. આ પછી જ અમને આ વર્ષનો નવું ચેમ્પિયન મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)