Ban: મેચ ફિક્સિંગ મામલે ICCએ આ ક્રિકેટર પર લગાવ્યો 14 વર્ષનો પ્રતિબંધ, જાણો શું શું લાગ્યા છે આરોપો
યૂનાઇટેડ આરબ અમીરાત (UAE)ના ડૉમેસ્ટિક ક્રિકેટર મેહરદીપ છાવકર (Mehardeep Chhavakar) ફિક્સિંગના એક આરોપમાં નહીં, પરંતુ કાલ સાત કેસોમાં દોષી ઠર્યો છે.
Mehardeep Chhavakar: ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે, પરંતુ કેટલાક ખેલાડીઓ આ રમતને પોતાની ખરાબ હરકતોથી અને આદતોથી શરમજનક સ્થિતિમાં મુકી દે છે. તેન આ ભૂલો હંમેશા માટે આ રમત પર ધબ્બો બનીને રહી જાય છે. આવો જ એક કેસ યુએઇ ક્રિકેટમાંથી સામે આવ્યો છે.
ખરેખરમાં, યુએઇના એક ખેલાડીને આઇસીસીએ મેચ ફિક્સિંગના આરોપમાં 14 વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધો છે. ફિક્સિંગમાં અત્યાર સુધી કેટલાક ખેલાડીઓને કેરિયર બરબાદ થઇ ચૂકી છે. જોકે, ફિક્સિંગનો શિકાર માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ એમ્પાયર્સ પણ આની જાળમાં ફંસાઇ ચૂક્યા છે.
યૂનાઇટેડ આરબ અમીરાત (UAE)ના ડૉમેસ્ટિક ક્રિકેટર મેહરદીપ છાવકર (Mehardeep Chhavakar) ફિક્સિંગના એક આરોપમાં નહીં, પરંતુ કાલ સાત કેસોમાં દોષી ઠર્યો છે. ઉલ્લેખનીય છે કે, તેને વર્ષ 2019માં રમાયેલી એક આંતરરાષ્ટ્રીય સીરીઝ અને કેનેડાની ટી20 ફ્રેન્ચાઇઝીની ટૂર્નામેન્ટમાં ફિક્સિંગના મામલામાં દોષી ઠર્યો છે.
આઇસીસીએ લગાવ્યો 14 વર્ષનો બેન -
દોષી ઠર્યા બાદ આંતરારાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) મેહરદીપ છાવકરને 14 વર્ષો માટે ક્રિકેટમાંથી બેન કરી દીધો છે. 14 વર્ષ સુધી હવે તે ક્રિકેટથી એકદમ દુર રહેશે. આઇસીસીએ બુધવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આઇસીસીએ ભ્રષ્ટાચાર રોધી પાંચટમાં સુનાવણી કર્યા બાદ આ ફેંસલો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ યૂએઇની નેશનલ ટીમના બે ખેલાડીઓન પર બેન લગાવવામાં આવ્યો હતો, આ બન્ને ખેલાડીઓએ મેહરદીપ છાવકર સાથે સંપર્કના સંબંધમાં રમતની ભ્રષ્ટાચાર રોધી મહિલાના ઉલ્લંઘનની વાત સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે, મેહરદીપ છાવકરે પોતાની ઉપર લગાવવામાં આવેલા ઓરોપોને નકારી દીધા છે. વિકેટકીપર બેટ્સમેન મેહરદીપ છાવકરે વર્ષ 2012માં રમાયેલી અંડર-19 એશિયન ક્લબ ટૂર્નામેન્ટમાં પણ સામેલ થયો હતો.
BCCI Chairman: સૌરવ ગાંગુલીને BCCI અધ્યક્ષ તરીકે યથાવત રહેવું હતું, પણ આ કારણે પદ છોડવું પડ્યું...
BCCI Chairman: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ઘમાસાણ ચાલી રહ્યું છે. બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. ગાંગુલીએ ઓક્ટોબર 2019માં આ પદ પર કબજો જમાવ્યો હતો. ગાંગુલીનો કાર્યકાળ આવતા સપ્તાહે પૂરો થશે. તમને જણાવી દઈએ કે BCCI પ્રમુખ અને અન્ય તમામ ખાલી પદો માટે 11 અને 12 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્ર ભરવાના હતા. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો.
માત્ર એક જ ઉમેદવારી ફોર્મ ભરાયુંઃ
જણાવી દઈએ કે BCCI અધ્યક્ષના આ પદ માટે અત્યાર સુધી માત્ર એક જ ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવ્યું છે, જે પૂર્વ ભારતીય ખેલાડી રોજર બિન્નીએ ભર્યું છે. રોજર બિન્ની 1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. રોજર બિન્નીએ એકલા ઉમેદવારી નોંધાવવાથી એ સ્પષ્ટ છે કે તેઓ કોઈપણ ચૂંટણી વિના BCCIના નવા પ્રમુખ બની શકે છે. એવી અપેક્ષા છે કે નવા પ્રમુખની જાહેરાત 18 ઓક્ટોબરે કરવામાં આવશે.
ગાંગુલી પોતાનું પદ છોડવા માંગતો નથી