શોધખોળ કરો
Advertisement
આ ભારતીય ક્રિકેટરના પિતાનું થયું નિધન પણ ક્રિકેટર અંતિમવિધીમાં નહીં લઈ શકે ભાગ, જાણો શું છે કારણ?
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ ત્રાસદીની ઘડીમાં મજબૂત માનસિકતા દેખાડવા માટે હૈદરાબાદના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજની પ્રસંશા કરી છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજના પિતાનુ નિધન થઇ ગયુ છે. સિરાજ હાલ ટીમ ઇન્ડિયાની સાથે ઓસ્ટ્રેલિયા પ્રવસ પર છે, અને તેને પોતાના જીવનની સૌથી મુશ્કેલ ઘડીની વચ્ચે ટીમની સાથે રહેવાનો ફેંસલો કર્યો છે. બીસીસીઆઇ અને સિરાજ તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ ત્રાસદીની ઘડીમાં મજબૂત માનસિકતા દેખાડવા માટે હૈદરાબાદના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજની પ્રસંશા કરી છે.
ઉલ્લેખનીય છે કે ક્રિકેટર મોહમ્મદ સિરાજને પોતાની પિતાની જાણ મીડિયા રિપોર્ટથી મળી હતી, મોહમ્મદ સિરાજે પોતાના પિતાની નિધન બાદ દુઃખ વ્યક્ત કર્યુ, અને હાલ તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ક્વૉરન્ટાઇન પીરિયડમાં હોવાથી પિતાની અંતિમ સંસ્કાર વિધિમાં સામેલ નહીં થઇ શકે.
ફાઇલ તસવીર
બીસીસીઆઇના પ્રમુખ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મોહમ્મદ સિરાજના પિતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ હતુ, તેને આ મામલે સિરાજને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે મજબૂતી મળે તે માટે પ્રાર્થના પણ કરી હતી.
નોંધનીય છે કે મોહમ્મદ સિરાજ રણજી ટ્રૉફીમાં હૈદરાબાદ માટે 41 વિકેટ ઝડપીને ચર્ચામાં આવ્યો હતો. આ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે આ અનકેપ્ડ ખેલાડીને 2.6 કરોડ રૂપિયામાં ખરીદીને ટીમમાં સામેલ કર્યો હતો.
ફાઇલ તસવીર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement