શોધખોળ કરો
Advertisement
ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડી પર થયો ફિદા, બોલ્યો- તેની સાથે મારે એકવાર......
ચેન્નાઇ સુપર કિંગ્સનો ક્રિકેટર મુરલી વિજય ઇન્સ્ટાગ્રામના લાઇવ ચેટ શૉ પર આવ્યો હતો, અહીં તેને વાતચીત દરમિયાન પોતાની પર્સનલ લાઇફની કેટલીક વાતો કરી હતી
મુંબઇઃ કોરોના વાયરસના કારણે હાલ દુનિયાભરના મોટાભાગના ક્રિકેટરો ઘરોમાં કેદ છે, ભારતીય ક્રિકેટરો ઘરમાં રહીને કંઇક નવી એક્ટિવિટી કરી રહ્યાં છે. ટીમ ઇન્ડિયા અને ચેન્નાઇ સુપર કિંગ્સના પ્લેયર મુરલી વિજય હાલ એક લાઇવ ચેટ શૉમાં હાજર થયો હતો.
ચેન્નાઇ સુપર કિંગ્સનો ક્રિકેટર મુરલી વિજય ઇન્સ્ટાગ્રામના લાઇવ ચેટ શૉ પર આવ્યો હતો, અહીં તેને વાતચીત દરમિયાન પોતાની પર્સનલ લાઇફની કેટલીક વાતો કરી હતી. આ વાતચીત દરમિયાન તેને ખુલાસો કર્યો હતો કે તેને ઓસ્ટ્રલિયાની મહિલા ક્રિકેટ એલિસા પેરી ખુબ ગમે છે, અને તે તેની સાથે એકવાર ડિનર પર જવા પણ માંગે છે.
જ્યારે મુરલી વિજયને લાઇવ ચેટમાં પુછવામાં આવ્યુ કે તમારી સૌથી મનગમતી મહિલા ક્રિકેટર કોણ છે, અને કોની સાથે ડિનર કરવા માંગો છે ત્યારે મુરલીએ ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસા પેરીનુ નામ લીધુ હતુ. અને તેની સાથે ડિનર પર જવાની વાત કરી હતી.
મુરલીએ એલિસા પેરીની પ્રસંશા કરતા કહ્યું કે તે એકદમ સુંદર છે, અને ઓસ્ટ્રેલિયાની આક્રમક ખેલાડી હોવાની સાથે સાથે શાંત સ્વભાવની મહિલા છે.
વધુમાં મુરલીએ આ ચેટ શૉમાં કહ્યું કે ઓપનર વિરેન્દ્ર સહેવાગને વધુ પસંદ કરે છે, અને શિખર ધવન ખુબ મસ્તીભર્યા મૂડવાળો ખેલાડી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement