Cricket News: ક્રિકેટ છોડી હવે રાજનીતિમાં એન્ટ્રી કરશે આ સ્ટાર ક્રિકેટર, 2024ની ચૂંટણી લડવા તૈયારીઓ કરી, આ પાર્ટી સાથે જોડાશે.......
વર્લ્ડકપ 2023માં પોતાની ટીમ અને ખુદના ખરાબ પ્રદર્શન બાદ ઘણી ટીકાઓનો સામનો કરનાર બાંગ્લાદેશના કેપ્ટન શકીલ અલ હસન હવે નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે
Shakib Al Hasan, Bangladesh Election 2024: તાજેતરમાં જ ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ આઇસીસી ક્રિકેટ વનડે વર્લ્ડકપ 2023માં સમાપ્ત થયો છે, ઓસ્ટ્રેલિયા ટીમ ફરી એકવાર ચેમ્પિયન બની ચૂકી છે, આ વર્લ્ડકપ કેટલાય ક્રિકેટરો માટે છેલ્લો રહેશે. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે, બાંગ્લાદેશનો કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડ શાકિબ અલ હસન હવે રાજનીતિમાં પગ મુકી રહ્યો છે. વર્લ્ડકપ 2023માં પોતાની ટીમ અને ખુદના ખરાબ પ્રદર્શન બાદ ઘણી ટીકાઓનો સામનો કરનાર બાંગ્લાદેશના કેપ્ટન શકીલ અલ હસન હવે નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. હવે તે રાજકારણમાં એન્ટ્રી મારશે, તે ચૂંટણી લડશે તે નક્કી થયું છે. તેઓ જાન્યુઆરી 2024માં યોજાનારી સંસદીય ચૂંટણીમાં તેમના ગૃહ જિલ્લાની બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે.
શાકિબ અલ હસન સત્તાધારી પાર્ટી 'આવામી લીગ' તરફથી ચૂંટણી લડશે. પાર્ટીએ તેમની 'મગુરા-1' સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. શાકિબે આ માટે તૈયારી શરૂ કરી દીધી છે. જોકે, તે પહેલા તે આગામી મેચોમાં પોતાની ટીમને વિજય તરફ દોરીને વર્લ્ડકપમાં પોતાના નિરાશાજનક પ્રદર્શનના ઘાને હળવો કરવાનો પ્રયાસ કરશે.
ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ, વનડે અને ટી20 સીરીઝ
બાંગ્લાદેશને 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી ન્યૂઝીલેન્ડ સામે બે મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ ટેસ્ટ સીરીઝ માત્ર બાંગ્લાદેશમાં જ રમાશે. આ પછી બાંગ્લા ટીમ સીધી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થશે. અહીં તે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની સીરીઝ રમશે. આ પ્રવાસ 31 ડિસેમ્બરે સમાપ્ત થશે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શાકિબ આ મેચોમાં ભાગ લઈ શકશે કે કેમ.
ખરેખર, 6 નવેમ્બરે શ્રીલંકા સામેની વર્લ્ડકપ મેચ દરમિયાન શાકિબની આંગળી ફેક્ચર થઇ ગઈ હતી. તે હજુ આ ઈજામાંથી બહાર આવ્યો નથી. આવી સ્થિતિમાં તે ક્યારે મેદાનમાં પરત ફરી શકશે તે હજુ સ્પષ્ટ નથી.
શું ચૂંટણી જીત્યા બાદ ક્રિકેટ છોડી દેશે શાકિબ ?
જોકે, શાકિબ અલ હસન ચૂંટણી લડવા માટે ક્રિકેટ છોડી દેશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ કેટલાક અહેવાલો જણાવી રહ્યાં છે કે, તે ક્રિકેટથી દુર રહેશે. જોકે, આ પહેલા બાંગ્લાદેશમાં મશરફે મોર્તઝાએ પણ એક એક્ટિવ ક્રિકેટર તરીકે ચૂંટણી લડી હતી અને સાંસદ બન્યા પછી પણ તેણે રમવાનું ચાલુ રાખ્યું હતું. હવે શાકિબનું શું છે પ્લાનિંગ તે અંગે કોઇ સમાચાર નથી. જો કે, શાકિબે વર્લ્ડકપ પહેલા નિશ્ચિતપણે જાહેરાત કરી હતી કે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ ODI ટીમની કેપ્ટનશીપ છોડી દેશે.