CSK vs KKR : ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય, જુઓ પ્લેઈંગ ઈલેવન
IPL 2023 ની 61મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
CSK vs KKR Live Score 61st Match IPL 2023: IPL 2023 ની 61મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઈ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે કોલકાતા 10માં નંબરે છે. કોલકાતાને આ મેચમાં ચેન્નાઈ સામે ટક્કર મળશે. જો આંકડાઓ પર નજર કરીએ તો ચેન્નાઈનો હાથ ઉપર હોવાનું જણાય છે.
CSK vs KKR લાઈવ સ્કોર: ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (C/WK ), દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ થીક્ષણા
CSK vs KKR લાઈવ સ્કોર: કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ (wk), જેસન રોય, નીતીશ રાણા (C), આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી
ચેન્નાઈ સુપર કિંગ્સ હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે. જેથી તેને તેનો લાભ મળી શકે. ટીમનો અનુભવી ખેલાડી બેન સ્ટોક્સ ઈજા બાદ ફિટ થઈ ગયો છે.
કોલકાતા માટે આ મેચમાં સ્પિન બોલરો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ચેન્નાઈનો સર્વશ્રેષ્ઠ ખેલાડી અજિંક્ય રહાણે ફોર્મમાં છે. પરંતુ સુનીલ નારાયણ તેના માટે કાલ બની શકે છે. નરેને રહાણેને ચાર વખત આઉટ કર્યો છે. વરુણ સીવી પણ મહત્વપૂર્ણ બોલર સાબિત થઈ શકે છે. તેઓએ ધોનીને આઉટ કર્યો છે. ટીમને જેસન રોય અને ગુરબાઝ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. જો આ બંને ખેલાડીઓ ઓપનિંગ કરે છે તો તેઓ સારી શરૂઆત આપીને મોટો સ્કોર બનાવી શકે છે.