CSK vs SRH, IPL 2023: ચેન્નાઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, કોનવેના અણનમ 77 રન
CSK vs SRH, IPL 2023 Live: આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ તમે અહીં વાંચી શકો છો.
LIVE
Background
IPL 2023, Match 29, CSK vs SRH: IPL 2023ની 29મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચમાં હૈદરાબાદ અને ચેન્નાઈ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. તેણે 5માંથી 3 મેચ જીતી છે. જ્યારે હૈદરાબાદ નવમા નંબરે છે. તેણે 5માંથી 2 મેચ જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હૈદરાબાદ આ મેચ જીતીને ટુર્નામેન્ટમાં વાપસી કરવા ઈચ્છશે. આ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે.
ચેન્નાઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, કોનવેએ શાનદાર ઇનિંગ રમી
સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 134 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 57 બોલનો સામનો કર્યો અને 12 ફોર અને 1 સિક્સ ફટકારી. ઋતુરાજ ગાયકવાડે 35 રન બનાવ્યા હતા.
ચેન્નાઈને ત્રીજો ઝટકો લાગ્યો
ચેન્નાઈ સુપર કિંગ્સની ત્રીજી વિકેટ પડી. અંબાતી રાયડુ 9 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. ચેન્નાઈએ 17 ઓવરમાં 122 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 18 બોલમાં 13 રનની જરૂર છે.
ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો ફટકો
ચેન્નાઈ સુપર કિંગ્સની બીજી વિકેટ પડી. અજિંક્ય રહાણે 9 રન બનાવીને આઉટ થયો હતો. ચેન્નાઈએ 14.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 25 રનની જરૂર છે. હવે અંબાતી રાયડુ બેટિંગ કરવા આવ્યો છે.
કોનવેએ અડધી સદી ફટકારી
ડેવોન કોનવેએ પોતાની અડધી સદી પૂરી કરી. તે 34 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 50 રનની ઇનિંગ રમી. ઋતુરાજે 26 બોલમાં 34 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 60 બોલમાં 49 રનની જરૂર છે. ચેન્નાઈએ 10 ઓવર પછી 86 રન બનાવી લીધા છે.
ચેન્નાઈને જીતવા માટે 69 રનની જરૂર
ચેન્નાઈએ 7 ઓવરમાં 66 રન બનાવ્યા હતા. કોનવે 42 રન બનાવીને રમી રહ્યો છે. ઋતુરાજે 15 બોલમાં 22 રન બનાવ્યા છે. CSKને જીતવા માટે 78 બોલમાં 69 રનની જરૂર છે.