શોધખોળ કરો
Advertisement
ધમકીઓ મળતા આ પાકિસ્તાની ક્રિકેટરે ડિલીટ કરી શ્રીરામની તસવીર, ટ્વીટમાં લખ્યું- જય શ્રીરામ
ફેન્સ તરફથી સુરક્ષાને લઈને ચેતવણી મળ્યા બાદ કનેરિયાએ કહ્યું હતું કે, તેની ભાવનાઓથી થી કોઈને મુશ્કેલી ન હોવી જોઈએ.
નવી દિલ્હીઃ અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ થયેલ ભૂમિ પૂજનને ઐતિહાસિક ગણાવ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પોતાનું એક ટ્વીટ ધમકીઓને કારણે ડિલીટ કરવું પડ્યું છે. પાકિસ્તાન માટે રમનાર હિંદુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ ટાઇમ્સ સ્ક્વેર પર શ્રીરામની તસવીરને 5 ઓગસ્ટના રોજ ટ્વીટ કરી હતી. આ ટ્વીટ બાદથી જ ફેન્સે કનેરિયાને સુરક્ષિત રહેવાની સલાહ પણ આપી હતી.
કનેરિયાના ટ્વિટર હેન્ડલ પર હવે ટાઈમ્સ સ્ક્વેર પર શ્રીરામની તસવીરવાળું ટ્વીટ ઉપલબ્ધ નથી. રિપોર્ટ્સ અનુસાર ધમકીઓને કારણે કનેરિયાએ આ નિર્ણય કર્યો છે. જોકે શ્રીરામને લઈને કરવામાં આવેલ તેના બે અન્ય ટ્વીટ ટાઈમલાઈન પર છે. આ બન્ને ટ્વીટ પણ કનેરિયાએ 5 ઓગસ્ટના રોજ કર્યા હતા.
કનેરિયાએ ટાઈમ્સ સ્કેવરની સવીરને quote કરતાં 5 ઓગસ્ટના રોજ હિંદુઓ માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. કનેરિયાએ પોતાના બીજા ટ્વીટમાં શ્રીરામના ચરિત્રને પોતાના આદર્શ ગણાવ્યા છે. તેની સાથે જ કનેરિયાએ ટ્વીટમાં જય શ્રી રામનો નારો પણ લગાવ્યો.
ફેન્સ તરફથી સુરક્ષાને લઈને ચેતવણી મળ્યા બાદ કનેરિયાએ કહ્યું હતું કે, તેની ભાવનાઓથી થી કોઈને મુશ્કેલી ન હોવી જોઈએ. કનેરિયાએ કહ્યું હતું કે, શ્રીરામનું જીવન આપણને એકતા સાથે જીવવાની પ્રેરણા આપે છે.
જણાવીએ કે, અનેક અવસર પર કનેરિયા હિંદુ હોવાને કારણે પાકિસ્તાનની ટીમમાં ભેદભાવનો આરોપ પણ લગાવી ચૂક્યા છે. 2012માં સ્પોટ ફિક્સિંગના કેસમાં તાર જોડાયેલા હોવાને કારણે કનેરિયા આજીવન પ્રતિબંધનો સામનો કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion