શોધખોળ કરો

DC vs GT: શ્વાસ થંભાવી દેતી મેચમાં દિલ્હીનો વિજય, છેલ્લા બોલે ગુજરાતનો પરાજય,મિલર-રાશિદની લડાયક ઈનિંગ

DC vs GT Match Report: દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં 8 વિકેટે 220 રન જ બનાવી શકી હતી. આ રીતે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે 4 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

DC vs GT Match Report: દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં 8 વિકેટે 220 રન જ બનાવી શકી હતી. આ રીતે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે 4 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ટાઇટન્સ માટે ડેવિડ મિલરે તોફાની ઇનિંગ રમી હતી. આ બેટ્સમેને 23 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા, પરંતુ ટીમને જીત તરફ લઈ જવામાં નિષ્ફળ રહ્યો. ડેવિડ મિલર સિવાય સાઈ સુદર્શને 39 બોલમાં 65 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રિદ્ધિમાન સાહાએ 25 બોલમાં 39 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરોમાં રાશિદ ખાને 11 બોલમાં 21 રન ફટકાર્યા હતા, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. 

ગુજરાત ટાઇટન્સને છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. રાશિદ ખાન અને મોહિત શર્મા ક્રિઝ પર હતા. દિલ્હી કેપિટલ્સની આશા મુકેશ કુમાર પર ટકી હતી. રાશિદ ખાને આ ઓવરના પ્રથમ 2 બોલ પર સતત 2 ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ ત્રીજા અને ચોથા બોલ પર કોઈ રન બનાવી શક્યો નહોતો. ત્યારબાદ રાશિદ ખાને પાંચમા બોલ પર સિક્સર ફટકારી હતી. હવે છેલ્લા બોલ પર 5 રનની જરૂર હતી, પરંતુ રાશિદ ખાન માત્ર 1 રન બનાવી શક્યો હતો. આ રીતે ઋષભ પંતની ટીમને રોમાંચક જીત મળી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી રસિક દાર સલામે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 સફળતા મળી. આ સિવાય એર્નિક નોર્ખિયા, મુકેશ કુમાર અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.

સાઈ સુદર્શન અને ડેવિડ મિલરે ફિફ્ટી ફટકારી

દિલ્હી કેપિટલ્સના 224 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. શુભમન ગિલ 5 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ આ પછી રિદ્ધિમાન સાહા અને સાઈ સુદર્શન વચ્ચે 82 રનની ભાગીદારી થઈ હતી. રિદ્ધિમાન સાહાના આઉટ થયા બાદ દિલ્હી કેપિટલ્સના બોલરોએ પોતાની પકડ મજબૂત બનાવવાનું શરૂ કર્યું હતું. અઝમતુલ્લા ઓમરઝાઈ, શાહરૂખ ખાન અને રાહુલ તેવટિયા જેવા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ડેવિડ મિલરે ચોક્કસપણે ગુજરાત ટાઇટન્સ માટે આશા જગાવી હતી, પરંતુ શુભમન ગિલની ટીમ જીતી શકી ન હતી.

આ પહેલા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 224 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે 43 બોલમાં સૌથી વધુ 88 રન, અક્ષર પટેલે 43 બોલમાં 66 રનનું યોગદાન આપ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Lion Attack : જૂનાગઢમાં પશુપાલક બાવનભાઈ રબારી પર સિંહણે કર્યો હુમલોSurendranagar Murder Case : સુરેન્દ્રનગરના નટવગરગઢમાં સરપંચના પુત્રની હત્યાથી ખળભળાટVadodara Accident CCTV : ટ્રક ચાલકે રાહદારી પર ચડાવી દીધી ટ્રક, સીસીટીવીમાં ઘટના કેદActor Allu Arjun Arrested : અલ્લુ અર્જુનને કોર્ટે ફટકારી 14 દિવસની જેલ , જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
Embed widget