શોધખોળ કરો
Advertisement
દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો, ઇજાના કારણે મેચ પહેલા જ બહાર થયો આ સ્ટાર ખેલાડી
સ્પિન બૉલર અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સ માટે વિનર ખેલાડી છે, પરંતુ હવે કોલકત્તા નાઇટરાઇડર્સ સામેની મેચમાં આંગળી પર ઇજા થવાના કારણે મુશ્કેલીમાં મુકાયો છે. રિપોર્ટ છે કે અમિત મિશ્રા આજની આરસીબી સામેની મેચ નહીં રમી શકે
નવી દિલ્હીઃ આઇપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સની ટક્કર રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર સામે થવાની છે. આજની મેચમાં દિલ્હીની નજર જીત પર છે, જેથી પૉઇન્ટ ટેબલમાં નંબર વનનુ સ્થાન હાંસલ કરી શકાય. પરંતુ હવે દિલ્હીને મેચ પહેલા જ એક મોટુ ગ્રહણ લાગ્યુ છે, ઇજાના કારણે સ્ટાર ખેલાડી અમિત મિશ્રા બહાર થયો છે. સ્પિન બૉલર અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સ માટે વિનર ખેલાડી છે, પરંતુ હવે કોલકત્તા નાઇટરાઇડર્સ સામેની મેચમાં આંગળી પર ઇજા થવાના કારણે મુશ્કેલીમાં મુકાયો છે. રિપોર્ટ છે કે અમિત મિશ્રા આજની આરસીબી સામેની મેચ નહીં રમી શકે.
અમિત મિશ્રાને શારજહાંમાં થયેલી ઇજાનો રિપોર્ટ હજુ આવ્યો નથી. પરંતુ ટીમે એક સ્ટેટમેન્ટમાં કહ્યું- અમિત મિશ્રા બૉલિંગ નાંખનારા હાથે ઇજાગ્રસ્ત થયો છે, આરસીબી વિરુદ્ધ તેનુ રમવુ નક્કી નથી. મિશ્રા હાલ સારા ફોર્મમાં છે, અને ટીમ તેની સાથે ખતરો લેવાનુ બિલકુલ નથી વિચારતી. અમિત મિશ્રાના ના રમવાથી દિલ્હી કેપિટલ્સને વિરાટની ટીમ સામે ટક્કર લેવી મુશ્કેલ બની શકે છે. કેમકે વિરાટ ખુદ છેલ્લા કેટલાક વર્ષોથી લેગ સ્પિનર સામે સંઘર્ષ કરતો દેખાઇ રહ્યો છે. આજની મેચમાં અમિત મિશ્રાની જગ્યાએ દિલ્હીની ટીમમાં અક્ષર પટેલનો મોકો મળી શકે છે.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે પણ મિશ્રાની ઇજાને ટીમ માટે ખરાબ ગણાવી છે. અય્યરનુ કહેવુ છે કે મિશ્રા સારા ફોર્મમાં છે, અને તેને સ્પિન ટ્રેક પર ઇજા થવી ટીમ માટે સમસ્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી કેપિટલ્સ આ સિઝનમાં જબરદસ્ત ફોર્મમાં છે, અને ચાર મેચોમાંથી ત્રણ મેચ જીતી ચૂકી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion