શોધખોળ કરો
Advertisement
કોહલીએ શેર કર્યો ઘરમાં કસરત કરતો વીડિયો, તો ડિવિલિયર્સે કરી દીધી આવી કૉમેન્ટ
કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે એક વીડિયો શેર કર્યો, જેમાં તે લિફ્ટ કરતો દેખાઇ રહ્યો છે, વીડિયો શેર કરતા કોહલીએ કેપ્શનમાં લખ્યું- આનાથી કમાઓ, આનાથી માંગો ના. વિરાટના વીડિયોની ફેન્સ ખુબ પ્રસંશા કરી રહ્યાં છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, આવા સમયનો ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાના ઘરેમાં બનેલા જિમની અંદર એક્સરસાઇઝ કરીને આનંદ લઇ રહ્યો છે. આનો એક વીડિયો વિરાટ કોહલીએ શેર કર્યો છે, અને એબી ડિવિલિયર્સે તેના પર એક કૉમેન્ટ કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.
કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે એક વીડિયો શેર કર્યો, જેમાં તે લિફ્ટ કરતો દેખાઇ રહ્યો છે, વીડિયો શેર કરતા કોહલીએ કેપ્શનમાં લખ્યું- આનાથી કમાઓ, આનાથી માંગો ના. વિરાટના વીડિયોની ફેન્સ ખુબ પ્રસંશા કરી રહ્યાં છે, પણ દક્ષિણ આફ્રિકન ક્રિકેટર એબી ડિવિલિયર્સની કૉમેન્ટ બધાનુ ધ્યાન ખેંચી રહી છે.
કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર ટીમનો સાથી ડિવિલિયર્સએ કૉમેન્ટ સેક્શનમાં ફ્લશ્ડ ફેસ, થમ્પ અપ અને ફ્લિક્સિડ બાયસેપ્સ ઇમૉજીસ પૉસ્ટ કરી છે. આરસીબીના પ્રસંશકોમાં બન્ને ખેલાડીઓની લોકપ્રિયતા ખુબ છે.
ડિલિવિયર્સે કહ્યું તેમને વાસ્તવમાં ફ્રેન્ચાઇઝી માટે રમવાનુ ખુબ ગમે છે, અને તેમને એવી મિત્રતા કરી છે કે તેમને છોડવા નથી માંગતો. તેને કહ્યું વાસ્તવામાં ફ્રેન્ચાઇઝીની સાથે રમતા ખુબ એન્જૉય કરુ છુ, તમે ક્યારેક એવી મિત્રતા કરી લો છો કે જેને છોડવા નથી માંગતા, મને પણ લાગ્યુ છે કે હું આરસીબી માટે રમવા માટે ઇચ્છુછું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion