શોધખોળ કરો
Advertisement
IPL: ધોનીથી ડરી જઈને વાઈડ બોલ નહીં આપનારો અંપાયર એક સમયે હતો ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ફાસ્ટ બોલર, જાણો વિગત
મેચમાં ધોનીની ટીમે 20 રને વોર્નરની ટીમને માત આપી હતી. પરંતુ મેચ દરમિયાન ધોની ગુસ્સે ભરાયેલો જોવા મળ્યો તેને વીડિયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે. ધોનીનો ગુસ્સે એમ્પાયરના ડિસીઝન આપવાની રીત પર હતો
નવી દિલ્હીઃ મંગલવારે આઇપીએલમાં હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઇ, મેચમાં ધોનીની ટીમે 20 રને વોર્નરની ટીમને માત આપી હતી. પરંતુ મેચ દરમિયાન ધોની ગુસ્સે ભરાયેલો જોવા મળ્યો તેને વીડિયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે. ધોનીનો ગુસ્સે એમ્પાયરના ડિસીઝન આપવાની રીત પર હતો.
ખરેખરમાં થયુ એવુ કે, હૈદરાબાદની ટીમ રમી રહી હતી, તે સમયે 19મી ઓવરમાં શાર્દૂલ ઠાકુરે બીજો બૉલ ફેંક્યો હતો, જે વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાતો હતો કે તે વાઇડ યોર્કર હતો, અને બૉલ ટ્રેમલાઇનની બહાર પીચ થયો હતો અને ઓસ્ટ્રેલિયન અમ્પાયર પોલ રાઇફલ વાઈડ આપવા જઈ રહ્યો હતો. રાઇફલે વાઈડ આપવા પોતાના હાથ સ્ટ્રેચ કરવાનું શરૂ પણ કર્યું. એ દરમિયાન જ રાઇફલે ધોનીને ગુસ્સે થતા જોઈને પોતાનું મન બદલ્યું અને વાઈડ આપ્યો નહીં. એ સમયે હૈદરાબાદને 11 બોલમાં 25 રનની જરૂર હતી.
અમ્પાયર પોલ રાઇફલે પોતાનો નિર્ણય ફેરવતાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ડગઆઉટમાંથી ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જ્યારે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભા શાહબાઝ નદીમે પણ અમ્પાયર સાથે વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ફિલ્ડ એમ્પાયર તરીકે જે વ્યક્તિ હતા તે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બૉલર રહી ચૂક્યા છે. તેમનુ પુરુ નામ પૉલ રોનાલ્ડ રાઇફલ છે. પૉલ રાઇફલ ઓસ્ટ્રેલિયા તરફથી વર્ષ 1999નો વર્લ્ડકપ રમી ચૂક્યા છે. પૉલ રાઇફલ પોતાની ધાતક બૉલિંગથી ટેસ્ટમાં 104 અને વનડેમાં 106 વિકેટ ઝડપી ચૂક્યા છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર પૉલ રાઇફલે ઓસ્ટ્રેલિયા તરફથી 35 ટેસ્ટ અને 92 વનડે રમી છે. હાલ પૉલ રાઇફલ આઇસીસીની ઇલાઇટ પેનલના એમ્પાયર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement