શોધખોળ કરો
Advertisement
આઇપીએલમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ ધોની નહીં પરંતુ આ વિકેટકીપરના નામે નોંધાયો, જાણો વિગતે
વરુણ ચક્રવર્તીના બૉલ પર રાહુલ તેવાટિયાનો કેચ પકડીને દિનેશ કાર્તિકે એમએસ ધોનીને પાછળ પાડીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આઇપીએલમાં ધોનીના નામે 109 કેચ લેવાનો રેકોર્ડ હતો
નવી દિલ્હીઃ આઇપીએલમાં સ્ટમ્પની પાછળ સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ દિનેશ કાર્તિકે પોતાના નામે કરી લીધો છે. આઇપીએલ 2020ની 54મી મેચમાં કોલકત્તા નાઇટરાઇડર્સે રાજસ્થાન રૉયલ્સે 60 રનોથી હરાવી દીધુ. આ મેચમાં દિનેશ કાર્તિક આઇપીએલમાં સૌથી વધુ કેચ પકડનારો વિકેટકીપર બની ગયો.
વરુણ ચક્રવર્તીના બૉલ પર રાહુલ તેવાટિયાનો કેચ પકડીને દિનેશ કાર્તિકે એમએસ ધોનીને પાછળ પાડીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આઇપીએલમાં ધોનીના નામે 109 કેચ લેવાનો રેકોર્ડ હતો, આ લિસ્ટમાં ત્રીજા નંબર પર પાર્થિવ પટેલ છે, પાર્થિવ પટેલે આઇપીએલમાં અત્યાર સુધી 66 કેચ પકડ્યા છે.
આમાં રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ દિનેશ કાર્તિકનો એક કેચ જ મેચનો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો હતો. ખરેખરમાં રાજસ્થાન રૉયલ્સને બેન સ્ટૉક્સને એક શાનદાર શરૂઆત અપાવી હતી. જ્યારે એવુ લાગી રહ્યું હતુ કે સ્ટૉક્સ કેકેઆર માટે ખતરો સાબિત થઇ રહ્યો છે, ત્યારે કાર્તિકે પેટ કમિન્સના બૉલ પર ડાબી બાજુ ડાઇવ મારીને સ્ટૉક્સનો એક શાનદાર કેચ પકડી લીધો હતો.
ખરેખર, બૉલ સ્ટૉક્સના બેટના બહારન કિનારે વાગ્યો અને સ્ટમ્પની પાછળ ગયો હતો. ત્યારે કાર્તિકે એક શાનદાર ડાઇવ મારીને કેચ પકડી લીધો હતો, ચોક્કસપણે આ મેચનો ટર્નિંગ પૉઇન્ટ હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement