શોધખોળ કરો

IND vs BAN: કેએલ રાહુલ-ઋષભ પંતમાં નંબર 5 માટે કોણ છે બેસ્ટ ? દિનેશ કાર્તિકે આપ્યો જવાબ

Dinesh Karthik On KL Rahul vs Rishabh Pant: ભારતીય ક્રિકેટ ટીમ રવિવારથી ફરી એક્શનમાં આવશે જ્યારે તે બાંગ્લાદેશ સામેની ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચ રમશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ઢાકામાં રમાશે.

Dinesh Karthik On KL Rahul vs Rishabh Pant: ભારતીય ક્રિકેટ ટીમ રવિવારથી ફરી એક્શનમાં આવશે જ્યારે તે બાંગ્લાદેશ સામેની ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચ રમશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ઢાકામાં રમાશે. આ શ્રેણીમાં કેપ્ટન રોહિત શર્મા, વાઇસ-કેપ્ટન કેએલ રાહુલ અને વિરાટ કોહલી સહિત ભારતના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓની વાપસી જોવા મળી હતી. જોકે, પ્લેઈંગ ઈલેવન માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવા પડશે. ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટકીપર દિનેશ કાર્તિકે શનિવારે પ્રથમ વન ડે પહેલા આ મામલે વિગતવાર વાત કરી હતી. આ દરમિયાન તેણે એ પણ જણાવ્યું કે ઋષભ પંત અને કેએલ રાહુલ વચ્ચે પાંચમા નંબર માટે કયો બેટ્સમેન બેસ્ટ છે.

પંત-રાહુલની ટક્કર

દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડર નંબર પાંચ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. કારણ કે ઋષભ પંત અને કેએલ રાહુલ બંને આ પદના દાવેદાર છે. લોકેશ રાહુલ થોડા સમયથી આ ભૂમિકા ભજવી રહ્યો હતો. પરંતુ તેનું પ્રદર્શન પ્રભાવશાળી નહોતું. 50-ઓવરના ફોર્મેટમાં કેએલ રાહુલે મોટાભાગે ઓપનરની ભૂમિકા ભજવી છે. જોકે તેણે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે કરી હતી.

કેએલ રાહુલ નંબર 5 માટે વધુ બેસ્ટ

દિનેશ કાર્તિકનું માનવું છે કે ભારતીય ટીમમાં નંબર પાંચ માટે કેએલ રાહુલ વધુ સારો વિકલ્પ હશે. ક્રિકબઝ સાથે વાત કરતાં તેણે કહ્યું કે, ટીમમાં પાંચમો નંબર એ જગ્યા છે જ્યાં આપણે ચર્ચા કરવાની જરૂર છે. કેએલ રાહુલ અને રિષભ પંત વચ્ચે ટોસ થશે. મને લાગે છે કે કેએલ રાહુલ ચોક્કસપણે રમશે. તેણે વધુમાં ઉમેર્યું કે, કેએલ રાહુલ 50 ઓવરના વર્લ્ડ કપ માટે યોગ્ય મિડલ ઓર્ડર બેટ્સમેન હશે. જો તેમ થશે તો તેઓ તેને પાંચમા નંબર પર ફિટ કરી લેશે. તાજેતરમાં જ ઋષભ પંતે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીની મેચોમાં ભાગ લીધો હતો. બીજી વનડે વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પરંતુ બાકીની મેચોમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો.

બાંગ્લાદેશ સામેની સીરિઝમાં ભારતને લાગ્યો મોટો ફટકો

 ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પહેલા ભારત માટે માઠા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાથની ઈજાને કારણે બાંગ્લાદેશ સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, ઉપરાંત ટેસ્ટ માટે પણ શંકાસ્પદ છે.

પ્રથમ વનડે વરસાદથી ધોવાઇ જશે ? જાણો શું છે હવામાનનું અપડેટ

ભારતીય ટીમ બાંગ્લાદેશ પહોંચી ચૂકી છે. ટીમ ઇન્ડિયાને અહીં 4 ડિેસેમ્બરથી ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. આ સીરીઝની પહેલી મેચ રવિવારે ઢાકામાં રમાશે. બન્ને ટીમો આ મેચ માટે જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યાં છે. વળી, મેચ દરમિયાન ઢાકાનુ હવામાન કેવુ રહેશે તેના વિશે હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. 

પ્રથમ વનડે વરસાદના કારણે ધોવાશે, ઢાકામાં કેવુ રહેશે હવામાન - 
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વનડે સીરીઝની પહેલી મેચ 4 ડિસેમ્બરે રમાશે, બન્ને ટીમોએ આ માટે તૈયારીઓ કરી લીધી છે, પરંતુ આ મેચને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં હવામાન વિભાગે બતાવ્યુ છે કે, મેચ દરમિયાન ઢાકામાં વરસાદ પડવાની સંભવાના બિલકુલ નથી. વળી, રવિવારે અહીંનું તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ક્રિકેટની એક શાનદાર રમત માટે આ તાપમાન બિલકુલ યોગ્ય છે, એટલે કહી શકાય મેચમાં વરસાદ વિલન નહીં બની શકે. 

પીચ રિપોર્ટ  - 
ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમની પીચ બેટિંગ માટે ખુબ સારી છે. જોકે મેચ દરમિયાન ભેજ મોટી ભૂમિકા ભજવી શકે છે. આવામાં ટૉસની ભૂમિકા મેચમાં ખુબ મહત્વપૂર્ણ થઇ જશે. આ મેદાન પર કોઇપણ ટીમ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવા માંગશે. આવામાં જોવાનુ એ છે કે ટૉસ કોની તરફ જાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Embed widget