શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલરે કહ્યું- 'રોહિત શર્માની વિકેટ લેવી મારું સપનું છે'
નસીમે ચાલુ વર્ષની શરૂઆતમાં બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી હતી.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના યુવા બોલર નસીમ શાહની ગણના સૌથી પ્રભાવશાળી ફાસ્ટ બોલર પૈકીના એકમાં થાય છે. 17 વર્ષીય નસીમે 16 વર્ષની વયે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ ઝડપીને સૌથી નાની વયે આ ઉપલબ્ધિ મેળવીને ઈતિહાસ રચ્યો હતો. તેણે ભારતના હિટમેન રોહિત શર્માને લઈ મોટી વાત કહી છે.
નસીમે ચાલુ વર્ષની શરૂઆતમાં બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી હતી. તેણે કહ્યું હું ભારતના રોહિત શર્મા, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ઈંગ્લેન્ડના જો રૂટને એક ડ્રીમ હેટ્રિક પૂરી કરવા ઈચ્છુક છું.
ભારતના રોહિત શર્માની પ્રશંસા કરતા કહ્યું, તેની પાસે તમામ પ્રકારના શોટ રમવાની ક્ષમતા છે, પછી તે શોર્ટ પિચ બોલ હોય કે ફૂલ લેન્થ. તેના રેકોર્ડ આ વાતની સાક્ષી આપે છે અને તેની વિકેટ લેવી મારા માટે એક સપનું સાકાર થવા સમાન હશે.
નસીમે રોહિત શર્માની વિકેટ લેવા ઘણી રાહ જોવી પડશે. કારણકે આગામી થોડા મહિના સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ ક્રિકેટ મેચ રમાવાની નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement