Gautam Gambhir: ડ્રેસિંગ રૂમની વાત લીક થતા ગંભીરનો ગુસ્સો સાતમાં આસમાને, રોહિત સાથેના અણબનાવથી લઈને આપ્યા અનેક જવાબો
Gautam Gambhir PC: મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં તિરાડના સમાચાર છે. ડ્રેસિંગ રૂમની વાતો લીક થતાં ઘણા પૂર્વ ક્રિકેટરો ગુસ્સે થયા હતા. હવે ગંભીરે આ અંગે મોટું નિવેદન આપ્યું છે.
Gautam Gambhir Press Conference: ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં મળેલી હારથી ભારતીય ક્રિકેટ ટીમમાં ખળભળાટ મચી ગયો છે. આ હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ઉગ્ર ચર્ચાના સમાચાર સામે આવ્યા હતા. ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન ગૌતમ ગંભીરે સિડનીમાં રમાનારી પાંચમી ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગંભીરે પીસીમાં પત્રકારોના તીખા સવાલોના જવાબ ખૂબ જ હિંમતથી આપ્યા. અહીં જાણો ગંભીરની પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દા.
ગૌતમ ગંભીરે કહ્યું કે ડ્રેસિંગ રૂમની 'ડિબેટ્સ'ને સાર્વજનિક ન કરવી જોઈએ. તેણે ખેલાડીઓ સાથે 'ઈમાનદારી'થી વાત કરી, કારણ કે માત્ર પ્રદર્શન જ કોઈ પણ ખેલાડીને ટીમમાં રાખી શકે છે.
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે કહ્યું, કોચ અને ખેલાડી વચ્ચેની ચર્ચા માત્ર ડ્રેસિંગ રૂમમાં જ રહેવી જોઈએ. આકરા શબ્દોમાં. આ માત્ર અહેવાલો છે, સત્ય નથી. જ્યાં સુધી ઈમાનદારી લોકો ડ્રેસિંગ રૂમમાં છે. ભારતીય ક્રિકેટ સુરક્ષીત હાથોમાં છે. તમને એક જ વસ્તુ ડ્રેસીંગ રુમમાં રાખી શકે છે અને તે છે પ્રદર્શન. ઈમાનદારી સાથે વાત કરવામાં આવી હતી અને ઈમાનદારી મહત્વપૂર્ણ છે.
ગંભીરે એમ પણ કહ્યું કે તેણે સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા સાથે ટેસ્ટ મેચ જીતવાની રણનીતિ સિવાય કોઈ વાત કરી નથી. તેણે કહ્યું, દરેક ખેલાડીને ખબર છે કે તેણે ક્યાં સુધારો કરવાનો છે. અમે તેને માત્ર એક જ વાત કહી છે કે સિડની ટેસ્ટ મેચ કેવી રીતે જીતવી.
ગંભીરે એ વાતની પણ પુષ્ટિ કરી કે ઝડપી બોલર આકાશદીપ પીઠની જકડને કારણે છેલ્લી ટેસ્ટ નહીં રમે. જોકે, ગંભીરે એ નથી જણાવ્યું કે તેની જગ્યાએ કોને તક મળશે. પ્લેઈંગ ઈલેવનને લઈને ગંભીરે કહ્યું કે વિકેટ જોઈને નિર્ણય લેવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્મા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો કે તે સિડની ટેસ્ટ રમશે કે નહીં. આના પર કોચ ગંભીરે ઉશ્કેરણીજનક રીતે જવાબ આપ્યો અને કહ્યું, મેં પહેલેથી જ કહ્યું છે કે અમે આવતીકાલે પિચનું પરીક્ષણ કરીશું અને પછી જ અમે પ્લેઇંગ ઇલેવન અંગે નિર્ણય આપીશું. ભારતીય ટીમમાં તિરાડની અટકળો પર કોચ ગંભીરે કહ્યું, આ માત્ર અફવાઓ છે, તેમાં કોઈ સત્ય નથી અને મારે આવી અફવાઓનો જવાબ આપવાની કોઈ જરૂર નથી. અમે સાથે મળીને સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચવા માંગીએ છીએ.
આ પણ વાંચો....