Ind vs Aus: 25 વર્ષોથી નથી ખુલ્યુ જીતનું ખાતું, જાણો સિડની ગ્રાઉન્ડ પર કેવો છે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ
IND vs AUS: ભારતીય ટીમે 142 વર્ષ જૂના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 1947થી અત્યાર સુધી કુલ 13 મેચ રમી છે. જેમાંથી ભારત અત્યાર સુધી માત્ર 1 મેચ જીતી શક્યું છે
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની ચાર મેચ રમાઈ છે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી, ઓસ્ટ્રેલિયાએ બીજી અને ચોથી મેચ જીતી હતી જ્યારે ત્રીજી ટેસ્ટ ડ્રૉ રહી હતી. ઓસ્ટ્રેલિયા આ સીરીઝમાં 2-1થી આગળ છે. પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમ માટે આ મેચમાં વિજય જરૂરી રહેશે. આવી સ્થિતિમાં ચાલો જોઈએ કે આ મેદાન પર ભારતીય ટીમનો શું રેકોર્ડ રહ્યો છે.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ -
ભારતીય ટીમે 142 વર્ષ જૂના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 1947થી અત્યાર સુધી કુલ 13 મેચ રમી છે. જેમાંથી ભારત અત્યાર સુધી માત્ર 1 મેચ જીતી શક્યું છે. જ્યારે તેને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 7 મેચ ડ્રો રહી છે. ભારત આ મેદાન પર છેલ્લે 46 વર્ષ પહેલા 1978માં જીત્યું હતું. તે સમયે બિશન સિંહ બેદીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ એક દાવ અને 2 રને જીત મેળવી હતી. ભારત આ મેદાન પર છેલ્લી ત્રણ મેચોથી પોતાની મેચ ડ્રો કરી રહ્યું છે. ઑસ્ટ્રેલિયાની છેલ્લી બે ટૂર જીતનારી ધ મેન ઇન બ્લૂને તે ટૂરમાં પણ ડ્રૉથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતે આ મેદાન પર છેલ્લી મેચ 2021માં અજિંક્ય રહાણેની કેપ્ટન્સીમાં રમી હતી. તે મેચમાં ઋષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી અને 97 રન બનાવ્યા હતા અને ભારત મેચ ડ્રૉ કરવામાં સફળ રહ્યું હતું.
છેલ્લા 25 વર્ષમાં ભારતીય ટીમનો રેકોર્ડ -
જાન્યુઆરી 2000: હાર (એક ઇનિંગ્સ અને 141 રનથી)
જાન્યુઆરી 2004: ડ્રૉ
જાન્યુઆરી 2008: હાર (122 રનથી)
જાન્યુઆરી 2012: હાર (એક ઇનિંગ્સ અને 68 રનથી)
જાન્યુઆરી 2015: ડ્રૉ
જાન્યુઆરી 2019: ડ્રૉ
જાન્યુઆરી 2021: ડ્રૉ
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય બેટ્સમેન -
ભારતીય ટીમના ઘણા સ્ટાર બેટ્સમેનો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉતર્યા છે, પરંતુ વિરાટ કે રોહિત શર્મા અહીં આવ્યા નથી. સચિન તેંડુલકરે આ મેદાન પર સૌથી વધુ રન બનાવવાનું કારનામું કર્યું છે. આ મેદાન પર તેના નામે 785 રન નોંધાયેલા છે. જ્યારે VVS લક્ષ્મણ બીજા સ્થાને છે, જેણે 549 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 248 રન બનાવીને છઠ્ઠા સ્થાન પર છે.
સચિન તેંડુલકર: 785 રન (9 ઇનિંગ્સમાં 5 મેચ)
વીવીએસ લક્ષ્મણ: 549 રન (7 ઇનિંગ્સમાં 4 મેચ)
ચેતેશ્વર પૂજારા: 320 રન (3 ઇનિંગ્સમાં 2 મેચ)
ઋષભ પંતઃ 292 રન (2 મેચ, 3 ઇનિંગ્સ)
રાહુલ દ્રવિડ: 283 રન (8 ઇનિંગ્સમાં 4 મેચ)
વિરાટ કોહલી: 248 રન (5 ઇનિંગ્સમાં 3 મેચ)
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌથી સફળ ભારતીય બૉલર -
બૉલરોની વાત કરીએ તો અનિલ કુંબલેએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 3 મેચમાં 20 વિકેટ લીધી છે. બીજા નંબર પર સ્પિનર પ્રસન્ના છે જેણે 2 મેચમાં 12 વિકેટ લીધી છે. રવિ શાસ્રી અને કપિલ દેવ 10-10 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. વર્તમાન ટીમની વાત કરીએ તો આ મેદાન પર રવિન્દ્ર જાડેજાએ 2 મેચમાં 6 વિકેટ અને જસપ્રીત બુમરાહે 2 મેચમાં 4 વિકેટ ઝડપી છે.
અનિલ કુંબલે- 20 વિકેટ (3 મેચ)
એરાપલ્લી પ્રસન્ના – 12 વિકેટ (2 મેચ)
રવિ શાસ્રી- 10 વિકેટ (2 મેચ)
કપિલ દેવ - 10 વિકેટ (3 મેચ)
નંદલાલ યાદવ – 8 વિકેટ (1 મેચ)
મોહમ્મદ શમી- 8 વિકેટ (2 મેચ)
આ પણ વાંચો
Cricket: 2024 ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ઇલેવનનું થયું એલાન, બુમરાહ કેપ્ટન, હેડ અને કમિન્સને ના મળી જગ્યા