(Source: ECI/ABP News/ABP Majha)
World Cup 2023: ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન અમદાવાદના સ્ટેડિયમમાં 50 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે
World Cup 2023: ICC વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી જેમાં ન્યૂઝીલેન્ડની 9 વિકેટે શાનદાર જીત થઈ હતી.
World Cup 2023: ICC વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી જેમાં ન્યૂઝીલેન્ડની 9 વિકેટે શાનદાર જીત થઈ હતી. વર્લ્ડકપની આ પહેલી મેચ દર્શકોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મન ભરીને માણી હતી. જો કે, આ દરમિયાન કેટલાક લોકોની તબિયત પણ લથડી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા 81 લોકોને 108 દ્વારા સારવાર અપાઇ હતી. મેચ જોવા આવેલા 57 પુરુષો અને 24 મહિલાઓને સારવાર લેવી પડી હતી. માથુ, બ્લડ પ્રેસર, નબળાઇ તાવ સહિતના કેસો સામે આવ્યા હતી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ઓથોરિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્લ્ડ કપની ભારત - પાકિસ્તાનની મેચ માટે 108 ઇમરજન્સી સર્વિસનું જબરદસ્ત આયોજન સામે આવ્યું છે. ભારત - પાકિસ્તાનની મેચ દરમિયાન 50 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. 30 મિનિટમાં 50 એમબ્યુલન્સ સ્ટેડિયમ પહોચે તેવું 108 સર્વિસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટેડિયમ નજીકની તમામ એમ્બ્યુલન્સને ડાયનામિક ડીસ્પેચ આપવામાં આવશે. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં 5 વધારાની એમબ્યુલન્સ રાખવામાં આવી હતી. GCA અને પોલીસ સાથે સંકલન કરી જરૂર જણાતા વધુ એમબ્યુલન્સ પણ મુકાશે. તમને જણાવી દઈએ કે, હાલમાં ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં નોધપાત્ર ઉછાળો આવ્યો છે. જેના કારણે નવરાત્રી દરમિયાન પણ અનેક સ્થળોએ એમ્બ્યુલન્સ રાખવાની માહિતી સામે આવી છે. આમ પણ ભારત અને પાકિસ્તાનની મેચ હોવાથી સ્ટેડિયમ ફુલ થઈ જશે. મોટી સંખ્યામાં ક્રિકેટરસીકો મેચ જોવા આવશે, ત્યારે ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા આ આયોજન કરવામાં આવ્યું છે.
વર્લ્ડ કપને લઈને BCCIની મોટી જાહેરાત, દર્શકોને ફ્રીમાં મળશે 'મિનરલ વોટર'
🏏 Exciting times ahead as we anticipate the first ball of @ICC @cricketworldcup 2023 ! 🌟
— Jay Shah (@JayShah) October 5, 2023
I am proud to announce that we're providing FREE mineral and packaged drinking water for spectators at stadiums across India. Stay hydrated and enjoy the games!
🏟️ Let's create… pic.twitter.com/rAuIfV5fCR
વર્લ્ડકપ 2023ના ભારતમાં રમાનારી તમામ મેચમાં ફ્રી મીનરલ વોટર આપવાની BCCI ના સેક્રેટરીએ જાહેરાત કરી છે. જય શાહે ટ્વિટ કરી કહ્યું કે, મને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે અમે ભારતભરના સ્ટેડિયમોમાં દર્શકો માટે મફત પેકેજ્ડ પીવાનું પાણી પૂરું પાડી રહ્યા છીએ. હાઇડ્રેટેડ રહો અને રમતોનો આનંદ લો! ICC વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે ત્યારે BCCI સેક્રેટરી જય શાહે ક્રિકેટ ચાહકોને મોટા સમાચાર આપ્યા છે. જય શાહે કહ્યું કે વર્લ્ડ કપની તમામ મેચોમાં ચાહકોને મફત પાણી મળશે.
જય શાહે ટ્વિટ કરીને ફેન્સને આ ખુશખબર આપી છે. સ્ટેડિયમની અંદર પીવાના પાણીથી લઈને ખાવાનું બધું ખૂબ મોંઘું છે. આવી સ્થિતિમાં દર્શકોના ખિસ્સા પર ખાણી-પીણીનો બોજ બની રહે છે. તેને ધ્યાનમાં રાખીને BCCI સેક્રેટરીએ આ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ચાહકોને ઘણી રાહત મળી હશે. જય શાહે ટ્વીટ કરીને કહ્યું કે આ વર્લ્ડ કપ ઘણો રોમાંચક થવાનો છે. આ અવસર પર, હું એ જાહેરાત કરતાં ખૂબ જ ગર્વ અનુભવું છું કે અમે ભારતભરના સ્ટેડિયમોમાં દર્શકોને પીવા માટે મફત મિનરલ વોટર પ્રદાન કરી રહ્યા છીએ. જેથી દર્શકો મેચનો આનંદ માણી શકે.