(Source: ECI/ABP News/ABP Majha)
ENG vs SA: આજે અપસેટનો શિકાર બનેલી બે ટીમો આમને સામને, જાણો વનડે ક્રિકેટમાં કેવી રહી છે બન્નેની ટક્કર
અત્યારે ભારતમાં વર્લ્ડકપ 2023માં આજે (21 ઓક્ટોબર) બપોરે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમો સામસામે ટકરાશે ત્યારે આ મેચમાં ભારે મુકાબલો થવાની અપેક્ષા છે
SA vs ENG ODIs Stats: અત્યારે ભારતમાં વર્લ્ડકપ 2023માં આજે (21 ઓક્ટોબર) બપોરે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમો સામસામે ટકરાશે ત્યારે આ મેચમાં ભારે મુકાબલો થવાની અપેક્ષા છે, કારણ કે આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી વનડે ક્રિકેટમાં જીત-હારનો રેશિયો લગભગ સમાન રહ્યો છે. બંને ટીમો વચ્ચે કુલ 69 વનડે મેચ રમાઈ છે. જેમાંથી ઈંગ્લેન્ડે 30 મેચ જીતી છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ 33 મેચ જીતી છે. બંને વચ્ચે ટાઈ પણ થઈ છે અને 5 મેચ અનિર્ણિત રહી છે.
અહીં જાણો, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે ક્રિકેટ સાથે જોડાયેલા 10 ખાસ આંકડા...
1. હાઈએસ્ટ ટીમ સ્કૉરઃ આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે. 3 ફેબ્રુઆરી 2016ના રોજ દક્ષિણ આફ્રિકા સામેની વનડે મેચમાં ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા.
2. ટીમનો સૌથી ઓછો સ્કૉર: 26 ઓગસ્ટ 2008ના રોજ રમાયેલી નોટિંગહામ વનડેમાં દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 83 રનમાં સમેટાઈ ગઈ હતી. 22 જુલાઈ 2022ના રોજ માન્ચેસ્ટરમાં રમાયેલી મેચમાં પણ ઈંગ્લેન્ડે પ્રૉટીઝ ટીમને માત્ર 83 રનમાં આઉટ કરી દીધી હતી.
3. સૌથી મોટી જીતઃ ઈંગ્લેન્ડે 29 ઓગસ્ટ 2008ના રોજ ઓવલ ખાતે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 126 રનથી હરાવ્યું હતું. રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત હતી. વળી, વિકેટની દ્રષ્ટિએ સૌથી મોટી જીત 26 ઓગસ્ટ 2008ના રોજ આયોજિત નોટિંગહામ વનડેમાં મળી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડે પ્રૉટીઝને 10 વિકેટથી હરાવ્યું હતું.
4. સૌથી નાની જીતઃ દક્ષિણ આફ્રિકાએ 26 જાન્યુઆરી 2000ના રોજ કેપટાઉનમાં ઈંગ્લેન્ડને એક રનથી રોમાંચક હાર આપી હતી. આ જીત મેચના છેલ્લા બૉલ પર મળી હતી.
5. સૌથી વધુ રન: જેક્સ કાલિસે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની વનડે મેચોમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 38 ઇનિંગ્સમાં કુલ 1054 રન બનાવ્યા છે.
6. સૌથી વધુ સદી: ઈંગ્લેન્ડના કેવિન પીટરસન અને દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક અને ગ્રીમ સ્મિથના નામે 3-3 સદી છે.
7. સૌથી વધુ છગ્ગાઃ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગને ઈંગ્લેન્ડ-દક્ષિણ આફ્રિકા વનડે મેચમાં કુલ 19 સિક્સર ફટકારી છે.
8. સૌથી વધુ વિકેટઃ ઇંગ્લિશ બૉલર ડેરેન ગોગે દક્ષિણ આફ્રિકા સામે 51 વિકેટ લીધી છે.
9. બેસ્ટ ઇકોનૉમીઃ દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર શૉન પોલોકે ઈંગ્લેન્ડ સામે 261 ઓવર ફેંકી અને માત્ર 871 રન આપ્યા. આ સમયગાળા દરમિયાન તેનો ઈકોનોમી રેટ માત્ર 3.33 હતો.
10. સૌથી વધુ મેચો: અનુભવી ઓલરાઉન્ડર જેક્સ કાલિસે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ વનડે મેચોમાં સૌથી વધુ સંખ્યામાં ભાગ લીધો હતો. તેણે કુલ 38 મેચ રમી હતી.