વન-ડેમાં ઈગ્લેન્ડની શરમજનક હાર, 131 પર ઓલઆઉટ, સાઉથ આફ્રિકાની મોટી જીત
England vs South Africa First ODI: ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુક, બેન ડકેટ અને જો રૂટ સહિત ઘણા ખેલાડીઓ નિષ્ફળ ગયા હતા

England vs South Africa First ODI: દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝ શરૂ થઈ ગઈ છે. પ્રથમ વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને કારમી હાર આપી હતી. ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુક, બેન ડકેટ અને જો રૂટ સહિત ઘણા ખેલાડીઓ નિષ્ફળ ગયા હતા. ભારતીય મૂળના ખેલાડી કેશવ મહારાજ દક્ષિણ આફ્રિકાની જીતનો હીરો બન્યો હતો. કેશવે પ્રથમ મેચમાં ચાર વિકેટ લીધી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બેટિંગ કરવા આવી ત્યારે એડન માર્કરામે જીતને વધુ સરળ બનાવી દીધી. દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચ સાત વિકેટથી જીતી લીધી હતી.
A clinical win from the Proteas to go 1-0 up against England in the ODI series#ENGvSA 📝: https://t.co/Lc2SVFKlp7 pic.twitter.com/4fzwRLzC81
— ICC (@ICC) September 2, 2025
ઇંગ્લેન્ડ 131 રનમાં ઓલઆઉટ
ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ વન-ડે મેચ હેડિંગ્લી ખાતે રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઇંગ્લેન્ડની ટીમ તેમના ઘરઆંગણે પ્રથમ વન-ડેમાં પૂર્ણ ઓવર પણ રમી શકી નહીં અને 24.3 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેમી સ્મિથ સિવાય ઇંગ્લેન્ડ ટીમના તમામ મજબૂત બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. સ્મિથે 48 બોલમાં 54 રનની ઇનિંગ રમી જ્યારે અન્ય કોઈ બેટ્સમેન 15 રનથી વધુ રન બનાવી શક્યો નહીં.
એડન માર્કરામની તોફાની ઇનિંગ
જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ 132 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી ત્યારે ઓપનિંગ બેટ્સમેન એડન માર્કરામ એકલા હાથે ટીમને જીત અપાવી હતી. માર્કરામે 55 બોલમાં 86 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં ઓપનિંગ બેટ્સમેને 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રિયાન રિકેલ્ટન 59 બોલમાં 31 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ આ મેચ 20.5 ઓવરમાં સાત વિકેટે જીતી લીધી હતી.
દક્ષિણ આફ્રિકાનો ઇંગ્લેન્ડ પ્રવાસ
દક્ષિણ આફ્રિકાની ટીમ વન-ડે અને ટી-20 સીરિઝ રમવા માટે ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ છે. આ પ્રવાસમાં દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 વન-ડે ત્રણ ટી-20 મેચ રમાશે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વન-ડે જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી છે.




















